Abtak Media Google News

કાશ્મીરમાં આતંકવાદ તરફ વળેલા યુવાનોને રોજગાર તરફ વાળવાની સુવર્ણ તક

કહેવાય છે કે જરૂરિયાત એ સંશોધનની જનેતા છે. ભારતની ઓટો ઇન્ડસ્ટ્રી માટે કદાચ આ વિધાન સચોટ સાબિત થવાનું છે. દેશને ક્રુડતેલની માયાજાળ અને પ્રદુષણમાંથી મુક્ત કરવા માટે સરકારે બેટરી આધારિત વાહનોનો યુગ શરૂ કરવાનું અભિયાન તો છેડ્યું છે પણ બેટરી માટે જરૂરી લિથીયમની પણ ભારતને તો આયાત જ કરવી પડે છે. બસ આ સમસ્યાના નિવારણ માટે સરકાર દોડધામ કરી રહી હતી એવા સમયે જ આપણને આશરે 59 લાખ ટનની ક્ષમતા વાળો લિથિયમનો ભંડાર પ્રાપ્ત થયો હોવાનાં સમાચાર આવ્યા છે. એ ભંડાર પણ પૄથ્વી પરનાં સ્વર્ગ ગણાતા જમ્મુ અને કાશ્મીરમાં ઉપલબ્ધ થયો છે.

આપણે સૌ જાણીએ છીઐ કે આ એક એવો વિસ્તાર છે જે બેકારી, આતંકવાદ અને પાકિસ્તાન સાથેનાં સીમા વિવાદનું કેન્દ્ર છે. વે વિચાર કરો કે જ્યારે કાશ્મીરમાંથી લિથીયમનું ખનન ચાલુ થશૈ ત્યારે ત્યાં ઉભી થનારી રોજગારીની તકોથી દેશ ઉપરાંત સ્થાનિક જનતાને કેટલો લાભ થશે..?! બીજા બીજા શબ્દોમાં કહીઐ તો ભારતને એક એવો પારસમણિ હાથ લાગ્યો છૈ જે કાશ્મીરનાં જડ અને પથ્થર જેવા આતંકી યુવાનોને રોજગારી તરફ વાળીને સોનામાં ફેરવી શકે છે. કારણકે પ્રાથમિક અહેવાલો ઐવું કહે છે કે આ સુચિત લિથીયમનો ભંડાર ઉચ્ચ ગુણવત્તાનું ખનીજ ધરાવે છૈ. સામાન્ય રીતે ખાણમાં મળતું લિથીયમ 220 પી.પી.એમ ( પાર્ટસ પર મિલીયન ) ગ્રેડનું હોય છૈ પરંતુ કાશ્મીરમાં મળેલું લિથીયમ 500 પી.પી.ઐમનું હોવાનું અનુમાન છે.

ભારત સરકારનાં ખાણ વિભાગે હાલમાં જ કરેલી જાહેરાત અનુસાર જમ્મુ અને કાશ્મીરનાં રૈસી જિલ્લાનાં સલાલ-હૈમાના વિસ્તારમાં લિથયમનો વિપુલ ભંડાર મળી આવ્યો છે. ભારતમાં લિથીયમનો આટલો મોટો ભંડાર સૌ પ્રથમ વાર મળ્યો છે.  જે હવે ભારતમાં જ લિથીયમ બેટરીનાં સ્થાનિક ઉત્પાદનમાં ચાવીરૂપ ભુમિકા ભજવશે. હાલમાં દેશની લિથિયમ આયન બેટરીની કુલ માગનો 70 ટકા હિસ્સો ભારત વિદેશોમાંથી, ખાસ કરીને ચીન અને હોંગકોંગથી આયાત કરે છે. અત્યાર સુધી ગ્રેડ-3 સ્તરનું સંશોધન ચાલતું હતું હવે ગ્રેડ-2 અને ત્યારબાદ ગ્રેડ-1 નું સંશોધન શરૂ થશે. હાલમાં જે જથ્થો મળ્યો છૈ તે ભારતને હવે રાતોરાત લિથીયમનો જથ્થો ધરાવતા વિશ્વનાં ટોચનાં પાંચ દેશોમાં સ્થાન અપાવશે. જે ભારતને લિથીયમ આધારિત ઉત્પાદનો માટે આત્મનિર્ભર પણ બનાવી શકે છે. આ સાથે જ ચીન  માટે ભારત બેટરીનાં કારોબારમાં મુખ્ય સ્પર્ધક બન્યું છે.

હાલમાં જ થયેલા સર્વે પ્રમાણે ભારતમાં ચાલતા બેટરી આધારિત વાહનોની જરૂરિયાત પુરી કરવા માટે દેશને 3 GWhબેટરીની આવશ્યકતા છે જે 2026 સુધીમાં વધીને 20 GWh થશૈ તથા 2030 સુધીમાં વધીને 70 GWh થવાની છે. હવે જો ભારતને 2030 સુધીની બેટરીની જરૂરિયાતને પુરી કરવી હોય તો નવા 10 અબજ ડોલરનું મુડીરોકાણ કરવાની જરૂર પડશે. આટલું મુડીરોકાણ કરીને સ્થાનિક સ્તરે જો બેટરીનું ઉત્પાદન શરૂ કરવામાં આવે તો આશરે નવી 10 લાખ લોકોને રોજગારી મળી શકે છે. આ ઉપરાંત આ ઉદ્યોગ સાથે આડકતરી રીતે જોડાયેલા નવા કારોબારથી નવી લાખો રોજગારની તકો ઉભી થશે.

આપણે ભલે બીજા સેંકડો મુદ્દાઓ પર ચીનની ટીકા કરતા હોય પરંતુ બેટરીનાં મામલામાં ભારતને ચીન પાસેથી બોધપાઠ લેવાની જરૂર છૈ કારણ કે છેલ્લા એક દાયકામાં ચીને આ ક્ષેત્રે અકલ્પનિય વિકાસ કર્યો છે. અત્યાર સુધી તો ભારતને લિથીયમ માટે જ આયાત ઉપર નિર્ભર રહેવું પડતું હતૂં પરંતુ હવે જ્યારે આપણી પાસે જ જ્યારે કાચો માલ ઉપલબ્ધ હશે ત્યારે આપણો વિકાસ કેટલો ઝડપી થશે તે સમજી શકાય તેમ છે.

ઐક મોબાઇલ ફોનની બેટરીમાં થોડા ગ્રામ લિથિયમનો જ ઉપયોગ થાય છે પણ હાલમાં એક ઇલેકટ્રીક વાહનની બેટરી માટે સરેરાશ આઠ થી દસ કિલો લિથીયમનો વપરાશ થાય છે. તેથી જો કાશ્મીરમાં હાલમાં જે  સર્વે થયો છે ઐ પ્રમાણે જો લિથીયમ પ્રાપ્ત થાય તો આગામી દાયકો કાશ્મીર ઐ ભારતની ઓટો ઇન્ડસ્ટ્રી માટે સોનાનું ઇંડુ આપતી મરધી સાબિત થઇ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.