Abtak Media Google News

૫૦૦ બાળકો સહિત માતાઓએ પણ રજુ કરી વિવિધ કૃતિઓ: ભાઈ-બહેનનો સ્નેહ દર્શાવતી સરપ્રાઈઝ કૃતિએ દર્શકોને કર્યા ભાવુક

લીટલ લોર્ડસ સ્કૂલ દ્વારા પ્રમુખસ્વામી ઓડીટોરીયમ ખાતે ૯મો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો. જેમાં ૫૦૦ બાળકોએ ભાગ લીધો હતો. બાળકોની સાથે તેના માતાઓએ પણ વિવિધ કૃતિઓ રજુ કરી હતી. બાળકોને ફકત પુસ્તકિયુ જ્ઞાન ન આપનાર તેમજ બાળકોનો બધી રીતે વિકાસ થાય તે માટે હંમેશા પ્રયત્નશીલ રહેતી લીટલ લોર્ડસ સ્કૂલ દ્વારા યોજાયેલ વાર્ષિક ઉત્સવને દર્શકોએ મનભરીને માણ્યો હતો. લીટલ લોર્ડસ સ્કૂલના પ્રિન્સિપાલ ઉર્મી પટેલે જણાવ્યું હતું કે, આજે ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈને વિવિધ કૃતિઓ રજુ કરી છે. આ સાથે વિદ્યાર્થીઓના માતાઓએ પણ વિવિધ કૃતિઓ રજુ કરી છે. અમે બાળકોમાં આત્મવિશ્ર્વાસ અને સ્કીલ ડેવલોપમેન્ટ કર્યું છે. જેથી આજે હજારોની સંખ્યામાં ઉપસ્થિત દર્શકોની સામે તેઓએ ખુબ સારી કૃતિઓ રજુ કરી છે. અહિંના શિક્ષકોએ બાળકોની માતાની જેમ જ કેળવણી કરે છે. લીટલ લોર્ડસ સ્કૂલમાં બાળકોને ડાન્સીંગ, ડ્રામા, સીંગીગ, મીમીક્રી જેવી પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. મહિલાઓ બાળકોને સમજવામાં શ્રેષ્ઠ હોય છે. બાળકની લાગણીઓ સમજી શકે છે. જેથી અમારે ત્યાં મોટાભાગે શિક્ષીકાઓ જ છે. ભાઈ અને બહેનના ગાઢ સંબંધો દર્શાવતી એક કૃતિ અમે સરપ્રાઈઝ કૃતિ તરીકે રજુ કરી હતી. જેમાં અમારા એક વિદ્યાર્થીના માતાએ ભાગ લીધો હતો. આ કૃતિ નિહાળવા અમે વિદ્યાર્થીના મામાને ખાસ બોલાવ્યા હતા. આ કૃતિઓ જોઈને તમામ દર્શકો મંત્રમુગ્ધ બન્યા હતા. વિદ્યાર્થીઓના વાલીઓનો અમને ખુબ સારો સહકાર મળ્યો છે. આવતા વર્ષે સ્કૂલમાં અભ્યાસ ધો.૧૦ સુધી વિસ્તારવામાં આવશે.

કૃતી રજુ કરનાર વિદ્યાર્થીની માતા સ્નેહા રાજાએ જણાવ્યું હતું કે માં તરીકે હું ગર્વ અનુભવુ છું. કારણકે મારુ બાળક તો પરર્ફોમ કરે છે સાથે હું પણ પરર્ફોમ કરુ છું. અમારા ડાન્સથી થીમ એ હતી કે લોકોએ પોતાના કાર્યનો શ્રેય ભગવાનને આપવો જોઈએ જેથી અભિમાન નહી આવે. પોતાની માતાઓને કૃતી રજુ કરતી જોઈને બાળકો પણ ખુશ થયા હતા અને આ વાર્ષિકોત્સવથી બધી માતાઓનું મિત્ર વર્તુળ પણ વધ્યું હતું. જીલમ ઠકકરે જણાવ્યું હતું કે લીટલ લોર્ડસ સ્કૂલમાં મારા બે બાળકો અભ્યાસ કરે છે. એક લીટલ લોર્ડસ એકેડેમીમાં અને બીજો નર્સરીમાં છે. આ સ્કૂલ મારા બાળકોનું બીજુ ઘર છે. વાર્ષિકોત્સવ માટે સ્કૂલની તૈયારીઓ ખુબ સારી હતી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.