Abtak Media Google News

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ મુકાબલો આજથી સાઉથમ્પટનના ધ એજિસ બાઉલ સ્ટેડિયમમાં શરૂ થઈ ચૂક્યો છે. આ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-૧૧ જાહેર કરી દેવાઈ છે. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ 2 સ્પિનર્સ અને ૩ ફાસ્ટ બોલર્સની સાથે મેદાનમાં ઉતારી. ન્યૂઝીલેન્ડે ટોસ જીતી ભારતને પહેલા બલ્લેબાજી આપી છે.

IND: 217/10 (92.1) મોહમ્મદ શમી (4)*

NZ: 101/2 (49) કેન વિલિયમસન (12*) અને રોસ ટેલર (0*)

કોનવે 54 પર બનાવી ઓઉટ

Ishant Sharma49 મી ઓવરના ચોથા બોલ પર ભારતને બીજી સફળતા મળી. ઇશાંત શર્માના આ બોલ પર શમીએ સારી બેટિંગ કરી રહેલા ડેવોન કોનવેનો કેચ પકડ્યો. કોનવેએ તેની ઇનિંગ્સમાં 153 બોલમાં 54 રન બનાવ્યા હતા. હવે રોસ ટેલર બેટિંગ કરવા આવ્યો છે. 49 ઓવર બાદ ન્યૂઝીલેન્ડનો સ્કોર બે વિકેટના નુકસાન પર 101 રન હતો.

ન્યુઝીલેન્ડે 100 રન પૂરા કર્યા

ભારતના 217 રનનો પીછો કરતા ન્યુઝીલેન્ડે 100 રન પૂરા કર્યા છે. કોનવે 45 મી ઓવરના પહેલા બોલ પર બે રન લઈ ટીમનો સ્કોર 100 ની પાર કરી ગયો.

ન્યુઝીલેન્ડને પ્રથમ ફટકો

રવિચંદ્રન અશ્વિને ભારતીય ટીમને પ્રથમ સફળતા અપાવી હતી. 34 મી ઓવરના બીજા બોલ પર તે ટોમ લેથામની વિકેટ ઝડપી છે. વિરાટ કોહલીએ લથમનો કેચ પકડ્યો છે. લથમે 104 બોલમાં 30 રન બનાવ્યા હતા. હવે કેપ્ટન કેન વિલિયમસન બેટિંગ કરવા આવ્યા છે. ન્યૂઝીલેન્ડની પ્રથમ વિકેટ 70 રનના સ્કોર પર પડી હતી.

વરસાદ અવ્યવસ્થિત, મેચ ફરી શરૂ

ઇશાંત શર્માએ 11 મી ઓવરની શરૂઆત કરી. પરંતુ, પહેલા દડા પછી ભારે વરસાદને કારણે મેચ બંધ કરવી પડી હતી. જો કે, વરસાદ થોડા સમય માટે બંધ થયા પછી મેચ ફરી શરૂ થઈ.

ન્યુઝીલેન્ડની બેટિંગ શરૂ થઈ

ભારતની પ્રથમ ઇનિંગ્સમાં 217 રન બાદ ન્યૂઝીલેન્ડની બેટિંગ શરૂ થઈ ગઈ છે. ટોમ લેથમ અને ડેવોન કોનવે બેટિંગ કરી રહ્યા છે. લેથમ અને કોનવે બંને આઠ રન પર રમી રહ્યા છે. આઠ ઓવર પછી ન્યુઝીલેન્ડનો સ્કોર વિના કોઈ નુકસાન પર 16 રન હતો. ભારતીય ઝડપી બોલરો પણ પીચમાંથી મદદ મેળવતા હોય તેવું લાગી રહ્યું છે. ઇશાંત શર્મા અને જસપ્રિત બુમરાહ બંનેએ હજી સુધી વિરોધી બેટ્સમેનોને રમવાની વધુ તક આપી નથી.

ભારતે વધુ બે વિકેટ ગુમાવી દીધી હતી

કાયલ જેમિસનએ 92 મી ઓવરના ચોથા બોલમાં ઇશાંત શર્માને આઉટ કર્યો, અને પાંચમા બોલ પર નવા બેટ્સમેન જસપ્રિત ગુમરાહ રન આઉટ થયો. 92 ઓવર બાદ ભારતનો સ્કોર નવ વિકેટના નુકસાન પર 217 રન હતો. જાડેજા 15 અને મોહમ્મદ શમી ચાર રન બનાવીને બેટિંગ કરી રહ્યા છે.

જો પાંચ દિવસમાં મેચનો ફેંસલો ના થયો તો પછી રિઝર્વ દિવસનો ઉપીયોગ કરવામાં આવશે

મેચમાં ICCએ પણ રિઝર્વ દિવસ રાખ્યો છે. પ્રથમ દિવસે વરસાદના કારણે મેચ રમાયો ના હતો. છેલ્લા ચાર દિવસમાં જો હાર જીતનો ફેંસલો ના થયો તો રિઝર્વ દિવસનો ઉપયોગ કરવામાં આવશે. રિઝર્વ દિવસનો ઉપીયોગ કરવામાં આવશે કે નહીં તે અંગે મેચ રેફરી દ્વારા ટેસ્ટ મેચના પાંચમા દિવસના અંતના એક કલાક પહેલા જાહેર કરવામાં આવશે.

પ્રથમ સત્રમાં ન્યૂઝીલેન્ડ ભારત પર ભારે રહ્યું હતું

વરસાદને કારણે મોડી શરૂ થયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના અંતિમ ત્રીજા દિવસે પ્રથમ સત્રની રમતનો અંત આવી ગયો છે. 89 ઓવર બાદ ભારતીય ટીમનો સ્કોર સાત વિકેટના નુકસાન પર 211 રન હતો. હાલમાં રવિન્દ્ર જાડેજા 15 અને ઇશાંત શર્મા 2 રન બનાવીને રમી રહ્યો છે. પ્રથમ સત્રમાં ન્યુઝીલેન્ડે પાંચ મોટી વિકેટ ઝડપી હતી. ભારતે આ સત્રમાં 65 રન બનાવ્યા હતા.

રહાણે અર્ધ સતક ચુક્યો

નીલ વાગ્નેરે અજિંક્ય રહાણેને અર્ધ સતક બનાવતા રોક્યો. રહાણે 79 મી ઓવરના ચોથા બોલમાં 49 રન બનાવી આઉટ થયો હતો. ભારતીય ટીમનો સ્કોર છ વિકેટે 182 રન હતો. હવે રવિચંદ્રન અશ્વિન બેટિંગ કરવા આવ્યો છે.

પંત ચાર રન બનાવીને આઉટ થયો હતો.

મેચની 74 મી ઓવરમાં પંતે ત્રીજી બોલ પર ચોગ્ગાથી પોતાનું ખાતું ખોલ્યું. પરંતુ ચોથી બોલ પર જ તેણે તેની વિકેટ ગુમાવી દીધી હતી. જે બોલ પર તેને ફોર મારી હતી તે જગ્યા પર કીવી ટીમે ફિલ્ડિંગ ગોઠવી દીધી હતી. પંતે બીજા જ બોલે ફરી પાછો તે સાઈડ માર્યો ને કીવીની પ્લાનિંગ મુજબ કેચ થયોને પંત પેવેલિયન પરત ફર્યો.

70 ઓવર પછી ભારતનો સ્કોર 149-4 છે

70 ઓવર બાદ ટીમનો સ્કોર ચાર વિકેટના નુકસાન પર 149 રન હતો. કાયલ જેમ્સનની આ ઓવરના છેલ્લા બોલ પર પંત સામે LBW અપીલ થઈ હતી. અમ્પાયરે અપીલ નામંજૂર કરી હતી પરંતુ ન્યુઝીલેન્ડે સમીક્ષાની માંગ કરી હતી. પરંતુ, થર્ડ અમ્પાયરે પણ તેનો ઇનકાર કર્યો હતો. રહાણે 32 રન બનાવીને રમી રહ્યો છે અને પંતનું ખાતું ખુલ્યું નથી.

કોહલી 44 રન બનાવી આઉટ થયો

68 મી ઓવર માટે આવેલા કાયલ જેમ્સને ઓવરના ત્રીજા બોલ પર કેપ્ટન કોહલીની મોટી વિકેટ ઝડપી હતી. અમ્પાયરે જેમ્સનની LBWની અપીલ પર કોહલીને આઉટ આપ્યો. વિરાટ કોહલી 132 બોલમાં 44 રન બનાવીને આઉટ થયો હતો. હવે પંત ક્રીઝ પર આવ્યો છે.

ત્રીજા દિવસની રમત શરૂ

WTCની ફાઇનલ મેચના ત્રીજા દિવસના પ્રથમ સત્રમાં વરસાદના વિક્ષેપને કારણે વિલંબ થયો હતો. ભારતીય ટીમનો સ્કોર ત્રણ વિકેટના નુકસાન પર 146 રન છે. વિરાટ કોહલી 44 અને અજિંક્ય રહાણે 29 રન બનાવીને રમી રહ્યા છે.

98 ઓવર રમવાની હતી પરંતુ …

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી) ફાઈનલના બીજા દિવસે વાતાવરણ અનુકૂળ ના હોવાથી મેચ વહેલો સમાપ્ત થઈ ગયો. બીજા દિવસની રમત 98 ઓવરની હતી, પરંતુ ફક્ત 64.4 ઓવર રમી શકી હતી. બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતે ત્રણ વિકેટ ગુમાવીને 146 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 44 અને અજિંક્ય રહાણે 29 રને અણનમ રહ્યો છે. આ પહેલા ભારતીય ટીમ પ્રથમ સત્રમાં સારી શરૂઆત કરી હતી પરંતુ ઓપનરની વિકેટ ગુમાવ્યા બાદ સ્કોર ધીમો પડી ગયો હતો. પૂજારા પણ વધુ સમય પિચ પર રહી શક્યો નહીં. આ રીતે, ટીમ ઈન્ડિયાની પ્રારંભિક ત્રણ વિકેટ વહેલી પડી.

લંચ બાદ મેચ ફરી શરૂ

બ્રેક બાદ મેચ ફરી શરૂ થઈ ગયો છે. ખરાબ વાતાવરણને કારણે વહેલો બ્રેક લેવામાં આવ્યો હતો. 57 ઓવર પછી ભારતનો સ્કોર 129/3 છે. વિરાટ કોહલી 39 અને રહાણે 18 રને અણનમ છે.

ભારતે 100 રન પૂરા કર્યા

ભારતના 100 રન પૂરા થઈ ગયા છે. 47 ઓવર પછી ભારતનો સ્કોર 100/3 છે. વિરાટ કોહલી 23 અને અજિંક્ય રહાણે 6 રને અણનમ રહ્યો છે.

ભારતને તેનો ત્રીજો ફટકો

41 મી ઓવરના પહેલા જ બોલ પર પુજારા LBW થઈ ગયો. પુજારા અને વિરાટે ત્રીજી વિકેટ માટે 25 રનની ભાગીદારી કરી હતી. ચેતેશ્વર પૂજારા 54 બોલમાં 8 રન બનાવીને આઉટ થયો હતો. ટ્રેન્ટ બોલ્ટ દ્વારા પાંચમી વખત તેને આઉટ કરાયો હતો. બૌલ્ટ સૌથી વધુ વખત પૂજારાને આઉટ કરવા વારો કિવી બોલર છે.

36 બોલ રમ્યા બાદ પૂજારાએ ચોગ્ગા સાથે ખાતું ખોલાવ્યું

ચેતેશ્વર પૂજારાએ 36 બોલ રમ્યા બાદ એક ફોર મારી પોતાનું ખાતું ખોલ્યું. 33 મી ઓવરનો છેલ્લો બોલે ચોગ્ગો મારી પોતાનું ખાતું ખોલ્યું

લંચ બ્રેક સુધી ટીમ ઇન્ડિયાનો સ્કોર 69/2

લંચ બ્રેક સુધી ટીમ ઈન્ડિયાએ બે વિકેટ ગુમાવીને 69 રન બનાવ્યા છે. કેપ્ટન વિરાટ કોહલી 6 અને ચેતેશ્વર પૂજારા 0 રને અણનમ છે.

ટીમ ઈન્ડિયાને બીજો ફટકો, ગિલ આઉટ

25 મી ઓવરના ત્રીજા બોલ પર ટીમ ઈન્ડિયાને બીજો ફટકો લાગ્યો. શુભમન ગિલ પણ ત્રણ ચોગ્ગાની મદદથી 28 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. નીલ વેગનરની બોલમાં ગિલનો કેચ વિકેટકીપર વી.જે.વાટલિંગએ પકડી તેને આઉટ કર્યો

ટીમ ઈન્ડિયાને પહેલો ઝટકો લાગ્યો, રોહિત પેવેલિયન પાછો ફર્યો

Rohitટીમ ઇન્ડિયાએ તેની પહેલી વિકેટ ગુમાવી. 21મી ઓવરના પ્રથમ બોલ પર, જેમિસનને હિટમેન રોહિતને આઉટ કર્યો. રોહિત 34 રન બનાવીને આઉટ થયો હતો. રોહિત અને ગિલે પ્રથમ વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી હતી.

ટીમ ઈન્ડિયાના ઓપનર રોહિત શર્મા અને શુબમન ગિલે સારી એવી શરૂઆત કરી છે. ટિમ સાઉથી અને ટ્રેન્ટ બૌલ્ટ ભારતના ઓપનરને નિયંત્રણમાં રાખવા માટે ટોચની લાઇનમાં બોલિંગ કરી રહ્યા છે.

ભારત તરફથી બેટિંગમાં રોહિત શર્મા અને શુભમન ગિલએ ઓપનિંગ કરી છે. જયારે ન્યુઝીલેન્ડ તરફથી પહેલી ઓવેર માટે ટિમ સાઉથીની પસંદી કરવામાં આવી હતી. પહેલી ઓવેરના અંતે ભારતનો સ્ક્રોર 3 રન વિના વિકેટના નુકશાને હતો.

ટીમ ઈન્ડિયા માટે રોહિત શર્માની સાથે શુભમન ગિલ ઓપનિંગ કરી છે. ગિલે પ્રેક્ટિસ મેચમાં 135 બોલમાં 85 રનની ઈનિંગ રમી હતી. સેકન્ડ ઓપ્શન મયંક અગ્રવાલ અને લોકેશ રાહુલ પણ હતા, પરંતુ કેપ્ટન કોહલીએ તેના પર વિશ્વાસ નથી મુક્યો. ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રોહિતે 11 મેચમાં 64.37 ની સરેરાશથી 1030 રન બનાવ્યા છે. 4 સેન્ચુરી પણ ફટકારી છે. શુભમને 7 ટેસ્ટમાં 34.36ની સરેરાશથી 378 રન ફટકાર્યા છે.

ટીમ ઈન્ડિયામાં મિડલ ઓર્ડરની જવાબદારી કેપ્ટન કોહલી, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે અને વિકેટકીપર બેટ્સમેન રૂષભ પંત પર હશે. પંતે પ્રેક્ટિસ મેચમાં સેન્ચુરી પણ ફટકારી છે. તેને 94 બોલમાં 121 રનની નોટઆઉટ ઈનિંગ રમી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.