Abtak Media Google News

બીજી જાહેરાત ન કરાય ત્યાં સુધી ઘઉં અને  ચણા ઉપરાંત મેથી-સુકા મરચાની આવક પણ નહીં સ્વીકારાય

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ગઈકાલે ચણા, ઘઉં, મેથી, મગફળી સૂકા મરચા સહિતની વિવિધ પ્રકારની જણસીની   ચિકકાર આવક થવા પામી હતી. આવક અને જાવકનું પ્રમાણ ઓછુ છે, જેના કારણે યાર્ડમાં માલનો ખૂબજ ભરાવો થઈ ગયો છે. માલના  ભરાવાના ધ્યાનમાં  રાખી બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ઘઉં અને ચણા સહિત ચાર જણસીની આવક બંધ કરી દેવામાં આવી છે.

Advertisement

યાર્ડના સુત્રોના જણાવ્યાનુસાર રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ગઈકાલે  1 લાખ મણથી પણ વધુ ઘઉંની આવક થવા પામી હતી. માત્ર 50 હજાર મણ ઘઉંનું વેંચાણ થઈ શકયું છે. જયારે કાલે 90 હજાર મણ ચણાની પણ આવક થઈ હતી. જેની સામે માત્ર 33 ટકા માલ અર્થાંત 30 હજાર મણ ચણાનો નિકાલ થયો છે. મેથી અને સુકા મરચાનો ભરાવો થઈ ગયો. હોવાના કારણે બીજી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ઘઉં, ચણા, મેથી અને સુકા મરચાની આવક સ્વીકારવામાં આવશે. નહીં માલનોનિકાલ થયા બાદ સોમવાર અથવા મંગળવારે ઘઉં-ચણાની આવક સ્વીકારવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.