Abtak Media Google News

રાજયનાં પાંચ શહેરોમાં મહતમ તાપમાન 38 ડિગ્રીથી વધુ: રાજકોટ સહિતના શહેરોમાં વાદળછાંયુ વાતાવરણ

અબતક,રાજકોટ: અડધો ચૈત્ર માસ વિતી ગયા બાદ હવે ઉનાળો  અસલી મિજાજ દેખાડી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.  સૌરાષ્ટ્રના મહુવામાં  મહતમ તાપમાનનો પારો 39 ડિગ્રીને પાર થઈ ગયો છે. જયારે  પાંચ શહેરોનું તાપમાન 38 ડિગ્રીથી વધુ નોંધાયું છે. જોકે  રાજકોટ સહિતના અનેક  શહેરોમાં આજે પણ વાદળછાંયું વાતાવરણ  છવાયેલું રહ્યું હતુ. આવતા સપ્તાહથી ગરમી હાહાકાર મચાવશે. અનેક જગ્યાએ પારો 40 ડિગ્રીને વટાવી જશે. એપ્રીલના બીજા સપ્તાહમાં  પણ કમોસમી વરસાદ પડે તેવી સંભાવના રહેલી છે.

Advertisement

ગઈકાલે શુક્રવારે રાજકોટ સહિત રાજયના અનેક  વિસ્તારોમાં કમોસમી  વરસાદ પડયો હતો. આગામી ત્રણ દિવસ હજી અમૂક સ્થળોએ વાદળછાંયું વાતાવરણ છવાયેલું રહેશે.  ત્યારબાદ ઉનાળો અસલી મિજાજ દેખાડશે જોકે ગઈકાલે  જામનગર જિલ્લાના મહુવામાં રાજયમાં સૌથી વધુ 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. રાજકોટમાં સવારે વાદળછાંયું વાતાવરણ જોવા મળ્યું હતુ જેના કારણે ગરમીમાં રાહત રહેવા પામી હતી. શુકવારે મહુવાનું તાપમાન 39.4 ડિગ્રી નોંધાયું હતુ.

ચાર શહેરોનાં તાપમાનનો  પારો 38 ડિગ્રીને પાર  રહ્યો હતો. વલ્લભ વિદ્યાનગરનું તાપમાન  38.3 ડિગ્રી, વડોદરાનું તાપમાન  38.6 ડિગ્રી,  સુરતનું તાપમાન  38 ડિગ્રી અને  ભૂજનું તાપમાન  38.2 ડિગ્રી નોંધાયું હતુ આ ઉપરાંત અમદાવાદનું તાપમાન  36.6 ડિગ્રી, ડિસાનું તાપમાન   36.6 ડિગ્રી દમણનું તાપમાન  34.2 ડિગ્રી, નલીયાનું તાપમાન  35.4 ડિગ્રી, કંડલાનું તાપમાન  36.5 ડિગ્રી, ભાવનગરનું  તાપમાન  36.9 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 29 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 32.3 ડિગ્રી, રાજકોટનું તાપમાન  33.5 ડિગ્રી,     વેરાવળનું તાપમાન  37.2 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન  34.8 ડિગ્રી, કેશોદનું તાપમાન  36.6 ડિગ્રી નોંધાયું હતુ. જયારે દિવનું  તાપમાન  35.9 ડિગ્રી રહેવા પામ્યું હતુ. આગામી સોમવારથી કાળઝાળ ગરમીનો  દોર શરૂ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.