Abtak Media Google News

કોરોના મહામારી વચ્ચે પણ અનેક કાર્યક્રમો આયોજીત કરી સરેઆમ કાયદાનો ભંગ કરનાર ગીતા રબારી ઘરે રસી લેવા મામલે ચર્ચામાં આવ્યા બાદ રેલડી લકી ફાર્મમાં આયોજીત એક વૈભવી લોકડાયરા મામલે પણ ચર્ચામા આવ્યા હતા. જો કે વડઝરથી લઇ જુનાગઢ જેવા શહેરોમાં આવા કાર્યક્રમો આયોજીત કરી પોલિસ કાર્યવાહીથી દુર રહેલા ગીતા રબારી સામે અંતે ફરીયાદ નોંધાઇ છે.

જુનાગઢમાં ડાયરો કરવા મામલે આયોજક અને કલાકાર સામે નોંધાતો ગુનો

સોસીયલ મિડીયા અને મિડીયામાં આ સમાચાર વહેતા થયા બાદ  પધ્ધર પોલિસે આ મામલે તપાસ કરી લકી ફાર્મમાં ડાયરાનુ આયોજન કરનાર જેન્તી ઠક્કર ડુમરાના સંબધમા સાડા થાય તેવા આયોજક સંજય ઠક્કર સામે ફરીયાદ નોંધી છે તો બીજી તરફ કોરોના મહામારીની ગાઇડલાઇન હોવા છંતા લોકડાયરામાં ઉપસ્થિત રહેનાર ગીતા રબારી સામે પણ ઇ.પી.કોની તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટની વિવિધ કલમો તળે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પધ્ધર પોલિસ મથકના એ.એસ.આઇ મુકેશભાઇ ડાંગી આ મામલે ફરીયાદ બન્યા છે.

21 તારીખે લકી ફાર્મમા આ ડાયરો આયોજીત થયો હતો જેમા આયોજક સંજય ઠક્કરે કોઇપણ જાતની મંજુરી વગર કાર્યક્રમમાં 70થી વધુ લોકો ભેગા કરી ગાઇડલાઇનનો ભંગ કર્યો હતો તો ગીતા રબારી સામે નોંધાયેલી ફરીયાદમાં પોલિસે ઉલ્લેખ કર્યો છે કે ગીતા રબારી જાહેરનામુ જાણતા હોવા છંતા કાર્યક્રમની સહમતી આપી સાથે તેમની સાથે આવેલા વાજીત્રો પાસે નિયમોનુ પાલન ન કરાવવા સાથે પોતે પણ માસ્ક તથા સોસીયલ ડિસ્ટનટીંગનુ પાલન કર્યુ નથી જેથી પધ્ધર પોલિસે ગીતા રબારી સામે લોકોના જીવ જોખમાય તે રીતે બેદરકારી રાખવા બદલ ઇ.પી.કો કલમ 188,269,270 તથા જી.પી એક્ટરની કલમ 139,તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 ની કલમ 51 બી તથા એપેડેમીક એક્ટની કલમ 3 મુજબ કાયદેસરની ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જવાબદાર વ્યક્તિ અને કોરોના જાગૃતિ અભીયાનના ચહેરા હોવા છંતા ગીતા રબારીના કાર્યક્રમો અને ઘરે વેક્સીન લેવાનો મામલો છેક ગાંધીનગર સુધી પહોચ્યો હતો પરંતુ વારંવાર આવા કાર્યક્રમો પછી અંતે બેદરકારી રાખનાર ગીતા રબારીને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે.જો કે કાર્યક્રમમા ઉપસ્થિત અન્ય કલાકારો સામે કાયદાકીય કાર્યવાહી મામલે ફરીયાદમા કોઇ ઉલ્લેખ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.