Abtak Media Google News

અડબાલકા ગ્રામ પંચાયત દ્વારા લોકડાઉન જાહેર: અમલવારી નહીં કરનારા દંડાશે

Img 20210409 Wa0015

 

કોરોના મહામારીમાં અડબાલકામાં જ ઘણા બધા કેસ નીકળેલછે તો આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગામમાં લોકડાઉનલાગુ કરવામાં આવ્યું છે. જે અન્વયે નીચે મુજબ જાહેરાત કરવામાં આવી છે તેનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ગ્રામની પાન બીડી કરીયાણુ ચાની હોટલ વગેરેનો સવારે દુકાન ખોલવાનો સમય 6 થી 9 વાગ્યા સુધી સાંજે દુકાન ખોલવાનો સમય પ થી 8 વાગ્યાનો રહેશે. તથા ગામ લોકોએ ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે જો માસ્ક નહીં પહેરેલ હોય તેમને 100 રૂપિયા દંડ ભરવાનો રહેશે તથા દુકાનનાં નકકી કરેલ સમય પછી ખુલી રહેશે તો પ00 રૂપિયા દંડ ભરવાનો ગામ લોકોએ પાદરમાં શીવમંદિર કે બાંકડે કે કુવા ઉપર પંચવટી દુધની ડેરીએ, હનુમાન મંદિર વગેરે સ્થળોએ બેસેલ માલુમ પડશે તો રૂ. 100 દંડ ભરવાનો રહેશે. આ જાહેરાતનો ચુસ્ત અમલ કરવા સહયોગ આપવા જણાવાયું છે.

 

કોરોના ઈફેકટ: જસદણ શહેર આજથી એક અઠવાડિયું અડધો દિવસ બંધ રહેશે

Img 20210411 Wa0045

 

જસદણમાં શેરી ગલીમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓ હોવાથી આખરે બજારો બપોર પછી અડધો દિવસ બંધ કરવાનું નકકી થતા આજ સોમવારથી બપોર પછી બજારો બંધ રહેશે. જેમાં મેડિકલ સ્ટોર્સ દુધ વેચાણના એકમો ખૂલ્લા રહેશે એમ જાણવા મળેલ છે.
તાલુકાના ભાડલા આટકોટ અને નજીકના વીંછીયા તાલુકાને બાદ કરતા હવે જસદણ શહેર પણ પડમાં આવતા હવે શહેરમાં બપોર પછી લોકોની અવર જવર ઘટી જશે. દરમિયાન સામાજીક કાર્યકર હરિભાઈ હિરપરાએ એક યાદીમાં જણાવ્યું છેકે હાલ જસદણ શહેરમાં આવેલ સરકારી અને ખાનગી હોસ્પિટલ બંને ફૂલ થઈ ગઈ છે. ત્યાર આવા સંજોગોમાં શહેરમાં વધુ એક હોસ્પિટલ સરકારે ઉભી કરવી જોઈએ. જસદણ શહેરમાં અનેક શાળાઓ અને વિવિધ સમાજની વાડીઓ ખાલી પડેલી છે.જેમાં કોરોના પોઝિટિવ દર્દીઓને ઘર આંગણે જ સારવાર મળી રહે તે માટે આરોગ્ય તંત્રએ હોસ્પિટલ શરૂ કરવી જોઈએ તે આજના સમયની માંગ છે એમ અંતે હરિભાઈએ જણાવ્યું હતુ.

  • આજથી ધ્રોલમાં બપોર 2 વાગ્યા બાદ 7 દિવસનું સ્વયંભૂ લોકડાઉન નિર્ણય

ગોંડલ કોલીથડ જિલ્લા પંચાયત સીટના 24 ગામોમાં સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય

ગોંડલ તાલુકાના કોલીથડ જિલ્લા પંચાયતના નવનિયુક્ત અને જાગૃત રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા તેમજ ગોંડલ તાલુકા ભાજપના આગેવાન મનોજભાઈ અકબરીએ જણાવેલ છે કે હાલ ગોંડલ તાલુકાની ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના ના કેસો દિવસેને દિવસે વધતા જાય છે ત્યારે કોલીથ જિલ્લા પંચાયતને નીચે આવતા 24 ગામ જેના સરપંચો ભાજપના આગેવાનો સામાજિક આગેવાનો સહકારી અગ્રણીઓની સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ કોલીથડ જિલ્લા પંચાયત સીટની નીચે આવતા 24 ગામ કોલીથડ, આંબરડી, વંથલી, બેટાવડ,હરમડિયા, ગરનાળા, હડમતાળા, લુણીવાવ, ભુણાવા, મોટા મહીકા, નાના મહિકા, સેમળા, સડક પીપળીયા, ભરૂડી, પાટીયાળી, સીંધાવદર, વાડધરી, દાળિયા, રીબડા, રીબ, ગુંદાસરા, અને મૂંગા વાવડી ગામો માં સ્વયંભૂ લોકડાઉનનું પાલન થાય તે માટે આગામી દસ દિવસ માટે સંપૂર્ણપણે 24કલાક લોકડાઉન લગાવવામાં આવ્યું છે.

આ લોકડાઉન દરમિયાન લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે એ માટે જેતે ગામ ના સરપંચ સાથે સંકલન કરવામાં આવ્યું છે અને જીવન જરૂરિયાતની વસ્તુઓ આસાની થી મળી શકે અને આપણા વિસ્તારની અંદર આ કોરાના રોગ ન ફેલાય તે માટે ગંભીર તકેદારી રાખવામાં આવશે. અંતમાં રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા તેમજ મનોજભાઈ અકબરી ની યાદીમા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.