Abtak Media Google News

વલ્લભભાઇ પટેલ માર્કેટિંગ યાર્ડમાં અગાઉ ચેક ચોરીના બનાવ સંદર્ભે ‘અબતક’ દ્વારા અપાયેલા સુચનનું અનુકરણ: હવે ચોરીના બનાવ અટકશે

રાજકોટનાં વલ્લભભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડમાં અગાઉ ચેક ચોરીનો બનાવ બન્યો હતો. યાર્ડના દલાલોના ચેક સુરક્ષિત રહે અને ભવિષ્યમાં આવા અણબનાવ ન બને તે માટે ‘અબતક’ દ્વારા સુચન આપવામાં આવ્યું હતું કે દલાલો માટે લોકરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે અને તેની ચાવી દલાલ પાસે જ રહે. આ સુચનનું અનુકરણ કરવામાં આવ્યું હતું. જેથી હવે ચેક ચોરીના બનાવ બનશે નહીં. વલ્લભભાઈ પટેલ માર્કેટીંગ યાર્ડમાં અગાઉ ચેક ચોરી થયા બાદ ‘અબતક’ના સુચનને ધ્યાને લઈને યાર્ડમાં દલાલો માટે ખાસ લોકર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. જેમાં દરેક દલાલો માટે અલગ-અલગ ખાના મુકવામાં આવ્યા છે. જેની ચાવી દલાલો પાસે જ રહેશે. હવે આ પ્રકારની ઘટના બનશે નહીં. દલાલો માટેના ખાસ લોકરનું કામ પૂર્ણ થયું છે. એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલ કમાણીની આગેવાનીમાં આ લોકરનું કામ પૂર્ણ થયું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.