Abtak Media Google News

આઠ મણ કપાસની આવક, પ્રતિ મણ ભાવ રૂ. 2440 ઉપજયા

રાજકોટ માકેટીંગ યાર્ડમાં આજે નવા કપાસની આવકના શ્રી ગણેશ થયા છે. એદાજે આઠ મણ નવો કપાસ આવ્યો હતો. પ્રતિ મણ કપાસના રૂ. 2440 ભાવ ઉપજયા હતા નવા કપાસની આવકને યાર્ડના હોદેદારોએ સહર્ષ વધાવી લીધી હતી.

આ અંગે વધુ માહીતી આપતા રાજકોટ માકેટીંગ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોધરાએ જણાવ્યું હતું કે આજેયાર્ડમાં નવા કપાસની આવકના શ્રી ગણેશ થયા છે. રાવકી ગામના ખેડુત કિશોરભાઇ ઠાકરશીભાઇ 3 ભારી એટલે કે અંદાજે આઠ મણ નવો કપાસ લઇ વેચાણ અર્થે આવ્યા હતા તેઓનો કપાસ પ્રતિ મણ રૂ. 2440 રૂપિયામાં વેચાયો હતો.

આગામી દિવસોમાઁ યાર્ડમાં નવા કપાસની આવક પુરી બહારમાં શરુ થશે હાલ તમામ જણસીની આવક સારા પ્રમાણમાં થઇ રહી છે. નવા કપાસની આવક થતા વેપારીઓમાં પણ રાજીપો વ્યાપી જવા પામ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.