Abtak Media Google News

કોરોનાની બીજી લહેર અને તાઉતે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના યાર્ડ 30 દિવસથી વધુ સમય બંધ રહ્યા હતા. કોરોનાની બીજી લહેરમાં રાહત થતા રાજકોટ સહિતના યાર્ડ ફરી શરૂ થઈ ગયા છે. યાર્ડ શરૂ થયા છે અને ચોમાસાની સિઝન નજીક છે. ત્યારે ખેડૂતોને વાવણી કરવા માટે પૈસાની જરૂર હોય છે. જેને લઈ ખેડૂતો પાસે રહેલી ઉનાળુ પોકોને વેચવા માટે ખેડૂતો યાર્ડમાં આવ્યા છે.

રાજકોટના બેડી ખાતે આવેલ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, મગફળી, તલ, મગ સહિતના ઉનાળુ પાકો મોટા પ્રમાણમાં આવક થવા પામી છે. યાર્ડમાં તલ બાદ લસણની મોટા પ્રમાણમાં આવક થઈ છે. ખાસ તો ખેડૂતોને ઉનાળુ સિઝન લીધા બાદ હવે ચોમાસુ નજીક છે અને વરસાદ પડતાં ખેડૂતો વાવણી કરવા તત્પર બન્યા છે. ખેડૂતો પોતાની જણસી યાર્ડમાં વેચી રહ્યા છે ત્યારે ખેડૂતોને પોતાની જણસીનો ભાવ પણ સારો મળી રહ્યો છે. સરકાર દ્વારા ટેકાના  ભાવે ચણા અને ઘઉંની પણ ખરીદી કરવામાં આવી રહી છે.

Vlcsnap 2021 06 04 13H48M21S461

યાર્ડમાં જન્સીની જો વાત કરવામાં આવે તો આજના દિવસે યાર્ડમાં કપાસની 1600 કવીંટલ આવક થવા પામી છે. સાથેજ ઘઉંની 2150 કવીંટલ જુવારની 100 કવીંટલ, તુવેરની 1 હજાર કવીંટલ તેમજ મગફળીની 1050 કવીંટલ સાથે જ પીળા ચણાની 2350 કવીંટલ સાથે જીરૂ ની 1800  કવીંટલ જેવી આવક થવા પામી છે.

યાર્ડમાં વિવિધ જણસીની સાથે સાથે શાકભાજીની પ્રમાણ સર આવક થવા પામી છે. જેમાં સૌથી વધારે ડુંગળી, બટેટા અને ટમેટાની આવક થઈ છે. શાકભાજીની જો વાત કરવામાં આવે તો રીંગણાં, ગુવાર, કોબીજ ફ્લાવર સહિતના શાકભાજીની આવક થઈ છે. હાલ રાજકોટ અનેં આજુબાજુના જિલ્લા માંથી  શાકભાજીની આવક થઈ રહીં છે. સાથેજ જૂનાગઢ, અમરેલી, જેવા વાવાઝોડાં પ્રભાવિત જિલ્લા માંથી વેપારીઓ શાકભાજી ખરીદવા રાજકોટ યાર્ડમાં આવી રહ્યા છે. જેને કારણે ભાવમાં પણ થોડો ઉછાળો જોવા મળી રહો છે. હાલ યાર્ડમાં શાકભાજીની નહિવત આવક થઈ રહી છે. અન્ય જિલ્લાઓમાંથી શાકભાજી હજુ આવતી નથી અને માંગ વધી છે જેને કારણે ભાવમાં નજીવો ઉછાળો જોવા મળી રહ્યો છે.

વાવાઝોડા અસરગ્રસ્ત જિલ્લાના વેપારીઓની ખરીદીથી શાકભાજીની માંગ વધી: રસિકભાઇ લુણાગરીયા

Vlcsnap 2021 06 04 13H49M03S764

શાકભાજી વિભાગના રસિકભાઈ એ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલ યાર્ડમાં શાકભાજીની નાહીવત આવક થવા પામી છે. હાલ રાજકોટ અને આજુબાજુના વિસ્તારમાથી શાકભાજી આવી રહી છે. જેને કારણે નહિવત આવક થઈ રહી છે. વાવાઝોડાં ગ્રસ્ત એવા અમરેલી, જૂનાગઢ અને સોમનાથ જિલ્લાના વેપારીઓ રાજકોટ યાર્ડમાં શાકભાજીની ખરીદી કરવા આવી રહ્યા છે. જેને કારણે માંગ વધારે છે. માંગના પ્રમાણમાં આવક ઓછી હોવાને કારણે ગુવાર, રીંગણાં જેવા શાકભાજીના ભાવ વધુ જોવા મળી રહ્યા છે. એક વરસાદ પડ્યા બાદ 15 દિવસ પછી નવા શાકભાજીની આવક થશે. તે સમયે ભાવમાં ઘટાડો આવવાની શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.