Abtak Media Google News

લોહાણા મૈત્રી મહિલા મંડળ દ્વારા કેશરીયા લોહાણા મહાજનવાડી ખાતે નવરાત્રી મહોત્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં બાળકોથી લઇને ૬૦ વર્ષ સુધીની મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. લોહાણા મૈત્રી મહિલા મંડળના પ્રમુખ ઇન્દિરાબેન શીંગાળાએ જણાવ્યું હતું કે, આ સંસ્થા દ્વારા છેલ્લા રર વર્ષોથી આ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ખાસ બહેનો માટે સંસ્થા દ્વારા અલગ અલગ પ્રકારની ઘણી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. સંસ્થા દ્વારા ધાર્મીક, સાંસ્કૃતિક કાર્યક્રમોને દર વર્ષ મોટા પાયે ઉજવવામાં આવેછે. સાથે સાથે છેવાડાના વિસ્તારમાં રહેતી બહેનોને યોગ્ય પ્લેટફોર્મ પુ‚ પાડવામાં આવે છે. આ નવરાત્રીમાં ખાસ કરીને ગરબા, ગરબી, રાસડા જેવા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા કૃતીઓ રાખવામાં આવે છે.પોલીસ કમીશ્નર ના પત્ની સંઘ્યાબેન અનુપમસિંહ ગેહેલોત એ જણાવ્યું હતું કે નવરાત્રી એવો તહેવાર છે. જેનો આપણને હંમેશા ઇતેજાર રહેતો હોય છે. આ તહેવારમાં નાત-જાતનાકોઇ ભેદભાવ વગર બધા જ લોકો જોશભેર ઉજવણી કરે છે. નવરાત્રી બધી જ જગ્યાએ ઉજવવામાં આવે છે. પરંતુ ગુજરાતીઓ એટલે ગરબા કરી શકાય હું આભારી છું લોહાણા સમાજની જેઓએ મને આટલા સરસ કાર્યક્રમના આમંત્રીત કરી.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.