Abtak Media Google News

રૂ. 129 કરોડના ખર્ચે બની રહેલા શહેરના પ્રથમ મલ્ટીલેવલ બ્રિજનું 9ર ટકા કામ પૂર્ણ: 1પમી  જુન આસપાસ વાહન ચાલકો માટે ખુલ્લો મૂકી દેવાશે

રાજકોટવાસીઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે શહેરના કાલાવાડ રોડ અને 1પ0 ફુટ રિંગ રોડ પર કેકેવી ચોક ખાતે આકાર લઇ રહેલો શહેરનો પ્રથમ મલ્ટી લેવલ બ્રિજનું 9ર ટકા કામ હાલ પૂર્ણ થઇ ગયું છે. આવતા મહિને 1પ જુન આસપાસ આ બ્રિજ  વાહન ચાલકો માટે ખુલ્લો મૂકી દેવામાં આવશે ટુંક સમયમાં કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા  લોકાર્પણની તારીખની સત્તાવાર ઘોષણ કરવામાં આવશે.

રાજકોટ શહેરનો વિસ્તાર અને વસતીમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે ટ્રાફીકની સમસ્યા દિન પ્રનિદિન સતત વિકરાળ બની રહી છે. જેના નિરાકરણ માટે કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ર0મી જાન્યુઆરી 2021 ના દિવસે કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર એમ સાથે ચાર-ચાર બ્રિજનું ખાતમુહુર્ત કર્યુ હતું. જે પૈકી નાના મવા સર્કલ બ્રિજ, રામાપીર ચોકડી બ્રિજ અને જડુસ ચોક બ્રિજનું વાહન ચાલક માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યા છે.

કેકેવી ચોકમાં હયાત ઓવર બ્રીજ ઉપર રૂ. 129 કરોડના ખર્ચ શહેરના પ્રથમ મલ્ટીલેવલ બ્રિજનું નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. જે કામ 9ર ટકા જેટલું પૂર્ણ થઇ ગયું છે. હાલ બ્રિજ પર અને બ્રિજના સર્વિસ રોડ પર ડામર કામ પુશ જોશમાં ચાલી રહ્યું છે.

આ ઉપરાંત કલરીંગ સહીતની કામગીરી પણ આગામી દિવસોમાં શરુ કરવામાં આવશે. ચોમાસાની સીઝન પહેલા વાહન ચાલકો માટે કેકેવી ચોક મલ્ટી વેલવ બ્રિજ ખુલ્લો મૂકી દેવામાં આવશે હાલ બાકીનું  કામ યુઘ્ધના ધોરણે ચાલી રહ્યું છે. સંભવત: 1પમી જુન આસપાસ બ્રિજનું લોકાપર્ણ કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.