Abtak Media Google News
  • નિર્માણ ખર્ચ રૂ.53 કરોડ
  • બ્રિજની લંબાઇ – 67 મીટર
  • બ્રિજની પહોળાઇ – 15 મીટર
  • સેન્ટ્રલ સ્પાનથી ઉંચાઇ – 15 મીટર
  • સ્ટાર્ટ પોઇન્ટ – પ્રિન્સેસ સ્કૂલ
  • એન્ડ પોઇન્ટ – સ્વિમીંગ પુલ પાસે
  • સેન્ટ્રલ સ્પાનમાં 45 મીટરનો સ્ટીલ ગર્ડર
  • બ્રિજની બંને તરફ સર્વિસ રોડ- ફૂટપાથ
  • બ્રિજ નીચે પાર્કિંગની સુવિધા

જેટ ગતિએ મેટ્રો સિટી બનવા તરફ આગળ વધી રહેલા રાજકોટ શહેરની શાનમાં વધારો થયો છે. કોર્પોરેશન દ્વારા રૂ.129.53 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રના પ્રથમ એલીવેટેડ બ્રિજનું નિર્માણ શહેરના કાલાવડ રોડ અને 150 ફૂટ રીંગ રોડ પર કેકેવી સર્કલ ખાતે કરવામાં આવ્યું છે.

આગામી શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરી દેવામાં આવશે. હયાત ફ્લાયઓવરબ્રિજ પર એલીવેટેડ બ્રિજનું નિર્માણ કરવામાં આવતા અદ્ભૂત નજારો જોવા મળી રહ્યો છે. જાણે મુંબઇના મરીન ડ્રાઇવ વિસ્તારમાં હોય તેવો અહેસાસ શહેરીજનોને થશે.

ટ્રાફીકની સમસ્યા હલ કરવા માટે કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં અન્ડરબ્રિજ અને ઓવરબ્રિજ તો બનાવવામાં આવી રહ્યા છે પરંતુ આ માત્ર રાજકોટ જ નહિં સૌરાષ્ટ્રનો પ્રથમ  એલીવેટેડ બ્રિજ છે. આ બ્રિજ માત્ર રાજકોટ જ નહિં પરંતુ સૌરાષ્ટ્રભરની જનતા માટે એક અદ્ભૂત ભેટ સમો બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.