Abtak Media Google News

રાજ્યના શહેરોનું તાપમાન 13 ડિગ્રીથી નીચે પહોંચ્યું: નલિયા 8.1 ડિગ્રી સાથે રાજ્યનું ઠંડુ શહેર બન્યું: રાજકોટનું લઘુતમ તાપમાન 12.5 ડિગ્રીએ પહોંચ્યું

સૌરાષ્ટ સહીત રાજ્યભરમાં દેખો ત્યાં ઠાર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે અને આજે વહેલી સવારથી જ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી ચાર દિવસ ઠંડીનું પ્રમાણ હજુ વધશે. આગામી ચાર દિવસમાં તાપમાનનો પારો એકથી બે ડિગ્રી ઘટે એવી શક્યતા છે. જેના કારણે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. સાથે જ સૂસવાટો મારતો પવન ફૂંકવાની પણ શક્યતા છે. જો કે, હાલ કોઈ માવઠાની આગાહી નથી, એવુ રાજ્યના હવામાન વિભાગે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, નલિયા 8.1 ડિગ્રી સાથે રાજ્યનું ઠંડુ શહેર બન્યું છે જયારે રાજકોટનું લઘુતમ તાપમાન 12.5 ડિગ્રીએ પહોંચ્યું છે. આ ઉપરાંત અમદાવાદનું 12.1, અમરેલીનું 13, બરોડાનું 11.6, ભાવનગરનું 15.8, ભુજનું 11.2, દમણનું 16, ડીસાનું 10.6, જૂનાગઢનું 16.8, દીવનું 14.3, ગાંધીનગરનું 10.5, ઓખાનું 19.4, પોરબંદરનું 16, રાજકોટનું 12.5, સુરતનું 14.6 અને વેરાવળનું 15.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે રાજ્યમાં કડકડતી ઠંડી જોવા મળી રહી છે. ત્યારે આજે વહેલી સવારથી જ પવન ફૂંકાઈ રહ્યો છે અને તેના કારણે ઠંડીનો પણ ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં આગામી ચાર દિવસ ઠંડીનો પ્રમાણ વધશે. આગામી ચાર દિવસમાં તાપમાનનો પારો એકથી બે ડિગ્રી સુધી ઘટે એવી શક્યતા છે. જેના કારણે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. સાથે જ પવન પણ ફંકાય એવી શક્યતા છે. જો કે, હાલ માવઠાની કોઈ આગાહી નથી. હાલ રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન નલિયામાં નોંધાયું છે.

માઉન્ટ આબુમાં બરફની ચાદર છવાઈ

મહત્વનું છે કે, હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડીને 7 ડિગ્રીએ પહોંચ્યો છે. સવારે ચારેકોર બરફની ચાદર છવાઈ જાય છે. કારની છત હોય કે મેદાનોમાં બરફની ચાદર જામેલી વહેલી સવારે જોવા મળ્યું હતું. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો ચમકારો વધી ગયો છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હાર કડકડતી અને જોરદાર ઠંડી પડી રહી છે. જેના કારણે પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે અને તેઓ ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. સતત શીત લહેરના કારણે પ્રવાસીઓને પણ હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. માઉન્ટ આબુમાં લઘુતમ તાપમાન માઈનસ એત ડિગ્રી નોંધાયુ છે. જેના કારણે અહીં કાતિલ ઠંડી અને શીતલહેરનો માહોલ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.