Abtak Media Google News

 

ઓઇલની પાઇપ લાઇનમાં પંચર કરી રાતોરાત લાકોની ઓઇલ ચોરીના અનેક ગુના આચતા ગુજસીટોક હેઠળ ધરપકડ પેરોલ પર છુટી ફરાર થઇ ગયો હતો

દેશભરમાં 400 કરોડની ઓઇલ ચોરીના કૌભોંડી સંદિપ ગુપ્તાને સુરત ક્રાઇમ બ્રાન્ચને ઝડપી લેવામાં સફળતા મળી

દેશના જુદા જુદા શહેરોમાંથી પસાર થતી ઓઇલની પાઇલ પાઇનમાં પંચર કરી 400 કરોડની ઓઇલ ચોરીના ગુનામાં સંડોવાયેલા સંદિપ ગુપ્તા સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ તે પેરોલ પર છુટી લાંબા સયમથી ફરાર થઇ ગયો હતો. તે કોલકતા હોવાની બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી લેવામાં સફળતા મળી છે.

દેશના અલગ અલગ રાજ્યોમાં 22 થી વધુ ઓઈલની લાઈનમાં પંચર કરી અંદાજીત 400 કરોડથી વધુની ઓઈલ ચોરી કરનાર સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી ગુપ્તાને બાતમી આધારે સુરત ક્રાઈમ બ્રાંચે કોલકત્તાથી ધરપકડ કરી છે.

સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા પકડેલા સંદિપ ગુપ્તા આ અગાઉ રાજસ્થાનમાં અલવાર, ચીતોગઢ, સિરોહી, ભરતપુર, આબુરોડ, બહરોડ, બ્યાવર, હરિયાણાના સોનીપત, રોહતાસ, ગોહના તથા ગુજરાતના મોરબી, ખેડા તથા પશ્ચિમ બંગાળના કોલકત્તા, વર્ધમાનનગર વિગેરે ગુનાઓમાં પકડાયો છે.અને અંદાજીત 400 કરોડની ઓઈલ ચોરીમાં તે પકડાયો છે.સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી વિજેન્દ્ર કુમાર ગુપ્તા ગુરુગ્રામ હરિયાણાનો રહેવાસી છે. વર્ષ 2006, 2007 થી ઓઈલ ચોરીના ગુનામાં આચરે છે. ભારતના અલગ અલગ રાજ્યોમાં માણસો દ્વારા ઓઈલ ચોરી કરાવવામાં માહેર છે. અને તેની ગેંગના સભ્યો 2006-07 તથા 2021-22 સુધી તેની ગેંગમાં સામેલ છે. સંદીપ ગુપ્તાની 2021માં ધરપકડ બાદ ગુજસીટોકનો ગુનો તેની ગેંગ વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો.

જેમાં તે રાજસ્થાન અને ગુજરાતના કેસ વચગાળાના જામીન લઇ છ માસથી ફરાર થઇ ગયો હતો. અને સંદીપ ગુપ્તા દક્ષિણ ગુજરાતમાંથી તેના સાગરીતો જીનેશ ગુજ્જર ઉર્ફે ફૌજી વિગેરેની મદદથી યુઝડ ઓઈલ ખરીદતો અને વેચતો ત્યારબાદ સમગ્ર સીન્ડીકેટ બની જતા પાઈપ લાઈનમાં ચોરી કરવાનું શરુ કર્યું હતું અને ચોરી કરેલા ઓઈલ રોડ બનાવવામાં ઈંટોના ભઠ્ઠામાં બોઈલરમાં તથા ઘણી ફેકટરીમાં વપરાય છે.

પોલીસે તેની મોડેસ ઓપરેન્ડી વિષે જણાવ્યું હતું કે તે ઓઈલ કંપનીની પાઈપ લાઈન જતી હોય ત્યાં 1.2 કી.મી.ના અંતરે બંધ ફેક્ટરી અથવા શેડ ભાડાથી રાખે છે અને નજીકથી પસાર થતી પાઈપ લાઈનમાં પંચર કરી 1.2 કિમી લંબાવી ભાડે લીધેલા ફેક્ટરી અથવા શેડ સુધી લાવી ત્યાં ટેન્કરના બદલે ક્ધટેનરમાં ઓઈલ ભરીને લઇ જાય છે. ક્ધટેનરમાં ઓઈલ ભરવાની ઓઈલ કે પોલીસ શક ન કરે તે માટે એક રાત્રીના 3 થી 4 ક્ધટેનર જેની એકની અંદાજીત કિંમત 40 થી 50 લાખ થાય તે અલગ અલગ પોલીસ મથકમાં કબજે કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.