Abtak Media Google News

દેશમાં અતિશય વધેલા મોટરોના ટ્રાફિક નિવારવા સરકારનો નિર્ણય

વ્યવસાયિક પરિવહનમાં મોટરોનો ફાળો ૪૭ ટકા

એકવીસમી સદીના વિશ્ર્વમાં પરિવહન સુવિધા સૌથી આવશ્યક જીવન જરુરી બની રહી છે. યુરોપીયન દેશ લકઝમ બર્ગ વિશ્ર્વનું પ્રથમ એવું દેશ બન્યું છે કે જયાં જાહેર પરિવહન વ્યવસ્થા સંપૂર્ણપણે વિના મુલ્યે આપવાની સરકારે શનિવારે જાહેરાત કરી હતી. દેશમાં અતિશય વધેલા મોટરોના ટ્રાફીક નિવારવા સરકારે આ ક્રાંતિકારી અને વિશ્ર્વને અચંબામાં મુકનારો નિર્ણય જાહેર કર્યો છે. આધુનિક વિશ્ર્વમાં પરિવહન  વ્યવસાય અત્યારે સૌથી વધુ નાણાં કમાવવાનું ક્ષેત્ર બનતું જાય છે. ત્યારે લકઝમબર્ગ સરકારે દેશની આંતરીક પરિવહન સુવિધા સંપૂર્ણપણે ‘મફત’ આપવાની જાહેરાત કરી છે. આ પહેલા કેટલાક શહેરોમાં તો કેટલાંક માપદંડોના આધારે છુટછાટ આપવાનું શરુ થઇ ગયું છે. પરંતુ સમગ્ર દેશમાં આ વ્યવસ્થા સમાન ધોરણે લાગુ કરવાનો નિર્ણય પ્રથમવાર લેવાયો હોવાનું પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું.

સંપૂર્ણ પણે વિનામૂલ્યે પરિવહન સુવિધાઓની યોજનાને લીલી ઝંડી આપી સરકારે મોટાપાયે સામાજીક અર્થ વ્યવસ્થાને અસર થાય તેવા આ નિર્ણયથી દેશની ૪૦ ટકા પરિવારોને રાહત આપી દરેક પરિવારને વાર્ષિક ૧૦૦ યુરો એટલે કે ૧૧૦ અમેરિકન ડોલરની બચત કરાવી છે. દેશમાં ટ્રાફીક કંઝેકશન જામથી મુકિત મેળવવા માટે સરકારે આ યોજના અમલમાં મુકી છે.

લેન્ડ ડચ પ્રદેશમાં આંતરિક પરિવહન માટે સૌથી વધુ ખાનગી મોટરોને ઉપયોગ થાય છે ટી.એન.એસ. ઇલરસએ ૨૦૧૮માં કરેલા સર્વેમાં ૪૭૨ વ્યવસાય પરિવહનમાં મોટરોનો  ફાળો હોય છે જયારે ૭૧ ટકા અન્ય વાહનોના પરિવહન થાય છે. બસમાં કરીએ અને પ્લેનમાં માત્ર ૯ ટકા મુસાફરી થાય છે. પેરિસમાં ૬૮  ટકા લોકો જાહેર પરિવહન વ્યવસ્થાનો ઉપયોગ કરતાં હોવાના ફ્રાંચની સંસ્થાએ આંકડાકીય સર્વેમાં જાહેર કર્યુ હતું. લકઝમબર્ગની રાજધાનીમાં ઘણા વર્ષોથી ટ્રાફીક નિવારવા માટે શહેરમાં ટ્રામનું બાંધકામ ચાલી રહ્યું છે. ર૦૧૭ થી પ્રથમ તબકકાની ટ્રામ સુવિધા શરુ પણ થઇ ગઇ છે. પરંતુ હજુ કેટલાંક વર્ષો સુધી દેશના દક્ષિણ અને ઉત્તર વિભાગ કે જયાં વિમાન મથક કોર્યરત છે. તે ભાગોને જોડવા માટે હજુ કેટલાંક વર્ષો સુધી કામ ચાલશે.

પરિવહન મંત્રી ફ્રાઁન્ચીસ બોસએ જણાવ્યું હતું કે પ્રજામાં જાહેર પરિવહનની સુવિધાના ઉપયોગ અંગે જાગૃતિનો અભિગમસર અને સતત આવશ્યક ધોરણે રોકાણ કરીને આ સુવિધા ઉભી કરી રહી છે. બે યુરોની ટીકીટના વેચાણથી વાર્ષિક ૪૧ મિલિયન યુરોની કમાણી થાય છે. જે દેશના પ૦૦ મીલીયન યુરોના ૮૦ ટકા જેટલું થાય છે. હવે આ રકમ દેશની તિજોરીમાંથી આવશે.

જો કે આ છુટમાંથી ટ્રેનની ફસ્ટ કલાસ મુસાફરી અને રાત્રી બસ સુવિધાને બાકાત રાખવામાં આવી છે. લકઝમબર્ગમાં લોકો પોતાની મોટરો અને ખાનગી પરિવહનના વાહનોનો ઉપયોગ ટાળે અને સરકારી પરિવહન વ્યવસ્થા ઉપયોગ તરફ વધે તો દેશમાં મોટરોના ટ્રાફીક જામની સમસ્યા દુર થઇ જાય તે માટે સરકારે લોકોને સંપૂર્ણ વિના મૂલ્યે પરિવહન વ્યવસ્થા આપવાનો ક્રાંતિકારી નિર્ણય ને વિશ્ર્વને અચંબામાં મુકી દીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.