Abtak Media Google News

અમદાવાદના ૪૮ વિસ્તારોની ૨૦ હજાર મહિલાઓએ જવારા યાત્રામાં ભાગ લીધો

મા ઉમિયાની અસીમ કૃપાથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા નિર્માણ પામનાર વિશ્વના સૌથી ઊંચા (૪૩૧ ફૂટ) મા ઉમિયાના મંદિરનો બે દિવસીય શિલાન્યાસ સમારોહ યોજાયો છે. આ શિલાન્યાસ સમારોહના પ્રથમ દિવસે વિશ્વ ઉમિયાધામની ૧૧,૧૧૧  બહેનોએ જવારા યાત્રા કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો.

Img 20200228 Wa0039

સમગ્ર અમદાવાદના ૪૮ વિસ્તારોમાંથી આવેલી ૨૦ હજારથી વધુ બહેનો જવાર યાત્રા ભાગ લીધો હતો. જવારા યાત્રામાં પધારવા અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ૧૩૧ અખઝજ બસ દ્વારા બહેનો વિશ્વ ઉમિયાધામ જાસપુર અમદાવાદ ખાતે પધારી હતી. જેમાંથી ૧૧,૧૧૧ બહેનોએ જગત જનની મા ઉમિયાની ઉપાસના ભાગ રુપે જવારા યાત્રા કરી ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો. આ જવારા યાત્રા સાથે વિશ્વભરમાં ભ્રમણ કરી આવનાર ભગીરથી મા ગંગાના ૧૦૮ કળશની યાત્રા પણ સાથે જ નિકળી હતી.

Img 20200228 Wa0033

વર્લ્ડ રેકોર્ડ કરનાર જવારા યાત્રાની વિશેષતાઓ પર નજર કરવામાં આવે તો વિશ્વઉમિયાધામ ખાતે ૧૧,૧૧૧ હજાર બહેનો જવારા યાત્રા કરી વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો, સમગ્ર અમદાવાદમાંથી ૨૦ હજારથી વધુ બહેનો આ વિશાળ જવારા યાત્રા પધારી હતી, અમદાવાદના તમામ ૪૮ વિસ્તારોમાંથી બહેનોએ ભાગ લીધો  ૨૦ હજાર બહેનો  અખઝજની ૧૩૧ બસો દ્વારા વિશ્વઉમિયાધામ પહોંચશેવિશ્વ ઉમિયાધામની વિશાળ જવારા યાત્રા ૧.૫ કિમી લાંબી હતી  વિશ્વઉમિયાધામની વિશાળ જવારા યાત્રાનું આયોજન માત્ર ૧૦૦ બહેનોની ટીમે કર્યું

સમગ્ર જવારા યાત્રાની વ્યવસ્થા અને આયોજન માત્ર મહિલાઓએ જ કરી જવારા યાત્રા અને મહિલા સંગઠન કમિટીના ચેરમેન ડો. રૂપલબેન પટેલ જણાવે છે. જગત જનની મા ઉમિયાએ ધાર્યા કરતાં વધુ ક્રુપા કરીને અમે ૧૧,૧૧૧ બહેનો આશા રાખી હતી તેના બદલે ૨૦ હજાર બહેનો પધારી. સમગ્ર દિવસના કાર્યક્રમો અયુત આહુતિ મહા યજ્ઞ દ્વારા સમગ્ર વિશ્વઉમિયાધામ સંકુલનો શુદ્ધિકરણ કરાયું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.