Abtak Media Google News

મહેન્દ્રસિંહ ધોનીની આગેવાની વારી CSK ફરી એકવાર IPL ટેબલની ટોચ પર આવી ગઈ છે. CSKએ RCBને હરાવ્યા બાદ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે સતત પાંચમી જીત મેળવી હતી. સનરાઇઝર્સના કૅપ્ટન વોર્નરએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કર્યા બાદ 171 રન બનાવ્યા હતા. વોર્નર અને મનીષ પાંડેએ SRH માટે અડધી સદી ફટકારી હતી. જ્યારે કેન વિલિયમ્સને 26 રન બનાવ્યા હતા.

CSKની બેટિંગ સામે SRHની બોલિંગ નબળી પડી. રુતુરાજ ગાયકવાડ અને ફાફ ડુપ્લેસીએ આ લક્ષ્યને આસાન બનાવી દીધું. રૂતુરાજે 44 બોલમાં 75 રન અને ડુપ્લેસીએ 38 બોલમાં 56 રન બનાવ્યા. CSK ફક્ત ત્રણ વિકેટ ગુમાવીને જીત મેળવી હતી.

મેચ જીત્યા બાદ મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું હતું કે, ‘આ મેચમાં બેટિંગ અને બોલિંગ બંને શ્રેષ્ઠ રહી. આ સાથે CSKનો વિજય નિશ્ચિત કરતા ઓપનિંગ ભાગીદારી ખુબ મહત્વની રહી.’

CSKનું આ પ્રદર્શન પર, લોકો સતત પૂછે છે કે આ વર્ષે ટીમમાં શું ખાસ છે? આ પ્રશ્નનો જવાબ આપતા ધોનીએ કહ્યું કે, ‘મને લાગે છે કે સમસ્યાનું નિવારણ કરવું એ જીત માટે મહત્વની બાબત છે. હકીકત એ છે કે ગયા વર્ષે અમે 5 મહિનાથી ક્રિકેટથી દૂર હતા અને તેનાથી ઘણી બાબતો મુશ્કેલ બની હતી. જો ટૂંકમાં સમજાવવું તો ખેલાડીઓએ આ વર્ષે વધુ જવાબદારી લીધી છે.’

માહીએ તેની વાત આગળ કરતા કહ્યું કે, ‘તમે છેલ્લા 8-10 વર્ષોના મેચ જોવ, તો તમને ખબર પડશે કે અમે ટીમના અમુક ખેલાડીઓ બદલ્યા નથી. અમુક એવા ખેલાડીઓ છે, જેમને રમવાની તક નથી મળતી. પરંતુ તેમને આત્મવિશ્વાસ રાખવા પડશે અને જ્યારે તમને તક મળે, ત્યારે તમારે તૈયાર રહેવું પડશે. ડ્રેસિંગ રૂમનું વાતાવરણ સ્વસ્થ રાખવું મહત્વપૂર્ણ છે. જે ખેલાડીઓ રમતા નથી તેમને પણ મહત્વ આપવું પડશે.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.