Abtak Media Google News

મોરબી જિલ્લાનો મહાકાય મચ્છુ-1 ડેમની ઉપરવાસમાં સારો વરસાદ પડતા ડેમમાં નવા નીરની આવક થઇ છે. જેના કારણે હાલમાં ડેમ 80 ટકા ભરાઈ ગયો છે. જેથી 24 ગામોને એલર્ટ કરવામાં આવેલ છે મોરબી જીલ્લામાં કુલ મળીને 10 ડેમ આવે છે જેમાં સૌથી મહાકાય મહાકાય મચ્છુ-1 ડેમમાં પાણી ભરાતા મોરબી અને વાંકાનેર તાલુકાનાં લોકોને મોરબી જિલ્લાના મોરબી અને વાંકાનેર તાલુકામાં પાણી વિતરણ માટે અલગ-અલગ 10 ડેમમાંથી પાણી મળે છે. જેમાંથી મચ્છુ-1 ડેમ 80 ટકા ભરાઈ ગયો છે.

મચ્છુ 1 ડેમમાં પાણીની આવક વધતા વાંકાનેર તાલુકાના 18 અને મોરબી તાલુકાના 4 ગામો એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં મોરબીના અદેપર, લખધીરનગર, લિલાપર તથા મકનસર ગામ તથા વાંકાનેરના ધમાલપર, કુંવા, ગારીયા, હોલમઢ, જાલસિક્કા, કેરાળા, લુણસરીયા, મહીકા, પોઝ, પંચાસર, પંચાસીયા, રાણકપુર, રસીકગઢ, રાતીદેવડી, સૌભલા, વધાસીયા, વાંકાનેર તથા વાંકીયા ગામને એલર્ટ કરાયા છે. અને ડેમ વિસ્તારના ગામના લોકોને નદીના પટમાં ન જવા સુચના આપવામાં આવી છે. તો માલ મિલકત સલામત સ્થળે ખસેડવામાં અને ઢોરને નદીના પટમાં ન જવા દેવા સુચના આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.