Abtak Media Google News

શંકરસિંહના શક્તિ પ્રદર્શન સામે કોંગ્રેસની ડેમેજ કંટ્રોલની ક્વાયત

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી ભાજપ દ્વારા પૂરજોશમાં તૈયારી શ‚ કરવામાં આવી છે તો બીજી તરફ કોંગ્રેસમાં શંકરસિંહ વાઘેલા અને હાઈકમાન્ડનો વિવાદ ચરમસિમાએ પહોચ્યો છે. કોંગ્રેસમાં જોડાયા બાદ શંકરસિંહની સતત અવગણના કરવામાં આવી છે. ત્યારે રાજનીતિકા કારકીર્દીના આખરી તબકકે શંકરસિંહ છેલ્લો વ રમી રહ્યા છે. જોકે કોંગ્રેસ દ્વારા શંકરસિંહને કોઈ મોટુ પદ આપવામાં આવી રહ્યું ન હોવાથી બાપુના સમર્થકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. શંકરસિંહ અસંતોષ અને અહેમદ પટેલ સાથેના વિવાદને લઈ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા દિલ્હી પહોચ્યા હતા.

પણ સોનિયા ગાંધીએ અવગણના કરીને મળવા માટે સમય ફાળવ્યો ન હતો. સોનિયા ગાંધીના આ વલણ સાથે એમ પણ દર્શાવવામાં આવ્યું છે કે શંકરસિંહે અહેમદ પટેલ સામે ઝુકવું પડશે જો કે શંકરસિંહ પણ હવે આરપારની લડાઈ શ‚ કરવાના છે. વળી કાલે સમર્થકોને સાથે રાખીને શકિત પ્રદર્શન થવાનું છે. બીજી તરફ સંભવિત નુકશાનને ધ્યાને લઈને કોંગ્રેસ દ્વારા ડેમેજ ક્ધટ્રોલની કવાયત શ‚ થશે. શંકરસિંહ રાજકીય દાવ સાથે પુત્ર મહેન્દ્રસિંહ અને સમર્થક ધારાસભ્યોને સારા ભવિષ્ય માટે ભાજપમાં જોડવાનો તખ્તો તૈયાર કરી રહ્યા છે. બીજી તરફ બાપુ ભલે કોંગ્રેસમાં જોડાયા હોય પણ કોંગ્રેસે કયારેય બાપુને પોતાના ગણ્યા જ નથી.

શંકરસિંહ વાઘેલા છેલ્લા દાવમાં સક્રિય રાજકારણમાંથી નિવૃતી લઈને મહેન્દ્રસિંહનો ભાજપમાં જોડાવાનો રસ્તો તૈયાર કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં હવે કોંગ્રેસે સાબિત કરવું પડશે કે શંકરસિંહ અને તેના સમર્થક ૩૫ ધારાસભ્યોની ગેરહાજરીમાં પણ સા‚ પ્રદર્શન કરવા માટે સક્ષમ છે. જો કોંગ્રેસ પોતાની ક્ષમતા સાબિત નહી કરી શકે તો ગુજરાત કોંગ્રેસ કયાંય ચહેરો બતાવવાને લાયક નહી રહે. આ ઉપરાંત શંકરસિંહની અવગણના કોંગ્રેસ માટે આપઘાત‚પ સાબિત થશે.

કોંગ્રેસના આ વિખવાદમાં સોનિયા ગાંધીની ધૂતરાષ્ટ્રની ભૂમિકા પણ જવાબદાર છે. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસના નેતૃત્વમાં જોર ન હોવાના કારણે હવે ગુજરાતમાં કોંગ્રેસ ફરીતી બેઠુ થાય તેવી આશા પણ છોડી દેવામાં આવી છે. જે લોકો કોંગ્રેસને સક્ષમ નેતૃત્વ પૂ‚ પાડવાની ક્ષમતા ધરાવે છે તેની અવગણના કરીને પોતાના પગ ઉપર જ કુહાડી મારવામાં આવી રહી છે. અત્યારે ભાજપનો ઉગતો સૂર્ય છે.જેના કારણે જ અન્ય પક્ષોના કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે. આવી જ રીતે મહેન્દ્રસિંહના પણ ઉજળા રાજકીય ભવિષ્યા માટે શંકરસિંહ દ્વારા તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. શંકરસિંહ દ્વારા એમ કહેવામાં આવી રહ્યું છે કે તા.૨૪ના થના‚ આયોજન શકિત પ્રદર્શન નહી પણ સંમેલન છે. જો કે ખરેખર આ કાર્યક્રમ કોંગ્રેસને કેટલુ નુકશાન પહોચાડે છે. તેજ જોવાનું રહ્યું એમ કહેવામાં આવે છે. કે શંકરસિંહનું બેકગ્રાઉન્ડ આરએસએસ અને ભાજપ હોવાથી કોંગ્રેસ દ્વારા તેના ઉપર ભરોસો મૂકવામાં આવતો નથી. જો આજ મુખ્ય કારણ હોય તો ખુદ સોનિયા ગાંધીએ કોંગ્રેસના ભૂતકાળ ઉપર નજર કરવી જોઈએ. ૧૯૨૫માં કોંગ્રેસના નેતા કેશવ બલીરામ હેડગેવારે આરએસએસની સ્થાપના કરી હતી. આ ઉપરાંત જવાહરલાલ નહે‚ પણ આરએસએસના વિચારોથી પ્રભાવીત હતા આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલ અને નરસિંમ્હા રાવના પાયામાં પણ આરએસએસ હતુ જેથી કોંગ્રેસે શંકરસિંહની આ બાબતે અવગણના કરવી જોઈએ નહીં. શંકરસિંહની અવગણના કયાંક ગુજરાત માટે વિનાશ કાળે વિપરિત બુધ્ધી જેવી સાબીત ન થાય તે માટે પણ પૂ‚ ધ્યાન આપવું જોઈએ જો કે કોંગ્રેસને પણ હવે ગુજરાતમાં વધુ રસ હોય તેવું વર્તાય રહ્યું નથી તેમ લોકોમાં ચર્ચાય રહ્યું છે. એક તરફ ભાજપ દિવસેને દિવસે મજબુત થઈ રહ્યું છે તો બીજી તરફ કોંગ્રેસ નેતાગીરીને પારખવામાં કયાંકને કયાંક થાપ ખાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

શંકરસિંહના શકિતપ્રદર્શનના કારણે કોંગ્રેસમાં પણ દોડધામ શ‚ થઈ છે. વિધાનસભા ચૂંટણી ટાણે જ કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે. આ પરિસ્થિતિ વચ્ચે ગુજરાતની એક સપ્તાહ લાબી મુલાકાતે આવેલા પ્રભારી અશોક ગેહલોતની હાજરીમાં શું નિર્ણયો લેવાય છે તે જોવાનું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.