Abtak Media Google News


ગોચર ગ્રહો મુજબ મહારાષ્ટ્રની રાજનીતિમાં અવનવા વળાંક આવી રહ્યા છે તો બીજી તરફ કર્ણાટકના પરિણામો પર સૌની મીટ છે. ગોચર ગ્રહોની વાત કરીએ તો ચાંડાલ યોગ સહીત ચાર ગ્રહોની યુતિ આગળ વધી રહી છે અને સૂર્ય મહારાજ ૧૫ મેના રોજ વૃષભમાં પ્રવેશ કરશે. નક્ષત્રની વાત કરીએ તો મડા પંચક શરુ થવા જઈ રહ્યું છે. દર માસ માં આવતા પંચકમાં ૧૩ મે થી શરુ થતું પંચક શનિવારથી થાય છે માટે મૃત્યુ પંચક ગણવામાં આવે છે.

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વારના હિસાબથી પંચકના નામ રાખવામાં આવ્યા છે. દર એક પંચકનો અલગ અલગ અર્થ અને પ્રભાવ હોય છે. જેવી રીતે રવિવારના પંચકને રોગ પંચક, સોમવારના પંચકને રાજ પંચક, મંગળવારના અંગ્નિ પંચક, શુક્રવારના ચોર પંચક અને શનિવારે શરુ થનારા પંચકને મૃત્યુ પંચક કહેવામાં આવે છે.

કાલાષ્ટમી પછી શરુ થતું આ પંચક મડાપંચક હોય વૈશ્વિક સ્તરે કષ્ટપ્રદ ગણાય અને કુદરતી આપદાઓથી લઈને રાજનીતિક ઉઠાપટક અને આતંકી ગતિવિધિ તેજ થતી જોવા મળે વળી મૃત્યુનું પ્રમાણ વધતું જોવા મળે.


જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨  

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.