Abtak Media Google News

આજથી સોમનાથ મંદિર સવારે 6 થી રાત્રીના 10 વાગ્યા સુધી ખુલ્યુ રહેશે: ભકતો ત્રણ ટાઇમ આરતીના દર્શન કરી શકશે

પ્રથમ રૂારૂશ જયોતિલિંગ સોમનાથ મહાદેવના દ્વાર આજથી ભાવિકો માટે ફુલ ટાઇમ ખુલ્યા રહેશે. આજથી સોમનાથ મંદિર સવારે 6 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે અને ભકતોને ત્રણ ટાઇમ આરતીના દર્શનનો પણ લાભ મળશે જો કે સરકાર દ્વારા જાહેર કરાવેલી કોરોના ગાઇડલાઇનનું પાલન કરવામાં આવશે. ભાવિકોએ દર્શન માટે ઓનલાઇન કે ઓફલાઇનનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત રહેશે.

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર હાહાકાર મચાવતા રાજય સરકાર દ્વારા કેટલાક પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા. ભગવાનના દ્વાર પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. જો કે કોરોનાના કેસમાં ઘટાડો થતા ધાર્મીક સ્થાનો ખોલવાની મંજુરી આપવામાં આવી હતી. છેલ્લા 100 દિવસથી સોમનાથ મહાદેવ ભાવિકોને માત્ર ગણતરીની કલાકો માટે જ દર્શન આપતા હતા અને ત્રણ ટાઇમની આરીમાં ભાવિકોને દર્શન માટે પ્રવેશ આપવામાં આવતો ન હતો.

દરમિયાન આજથી વિશ્ર્વ વિખ્યાત સોમનાથ મહાદેવ મંદિર ભાવિકો માટે ફુલ ટાઇમ ખોલી દેવામાં આવ્યું છે. ભકતો મહાદેવના દર્શન વહેલી સવારે 6 વાગ્યાથી રાત્રીના 10 વાગ્યા સુધી કરી શકશે. આ ઉપરાંત સવારે 7 વાગ્યાની, બપોરની 1ર વાગ્યાની અને સાંજના 7 વાગ્યાની આરતીમાં પણ ભાવિકોને પ્રવેશ આપવામાં આવશે જો કે ભાવિકોએ ચાલતા-ચાલતા જ દર્શન કરવાના રહેશે. આરતી દરમિયાન ઉભા રહેવાની છુટ આપવામાં આવશે નહીં.

મંદિર આજથી ફૂલ ટાઇમ ખોલી દેવામાં આવ્યું છે. પરંતુ સરકારે જાહેર કરેલી કોવિડ ગાઇડલાઇનનું  સંપૂર્ણ પાલન કરવામાં આવશે. ભાવિકોએ દાદાના દર્શન માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ભકતો ઓનલાઇન અથવા ઓફ લાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશ. આ ઉપરાંત મોઢા પર ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે. મંદિરમાં પ્રવેશ આપતા પૂર્વ ટેમ્પટેચર પણ ચેક કરવામાં આવશે લોકોની ભીડ ન થાય તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવશે. સોમનાથ મંદિર ઉપરાંત શ્રશ્રી અહલ્યાબાઇ મંદિર, શ્રી ભાલકા મંદિર,

શ્રી રામમંદિર, શ્રી ગીતા મંદિર, શ્રી લક્ષ્મીનારાયણ મંદિર અને શ્રી ભીડીયા મંદિર પણ આજથી ફૂલ ટાઇમ ખુલ્લા રહેશે અને આરતીમાં પણ ભાવિકોને પ્રવેશ આપવામાં આવશે. 100 દિવસના લાંબા અંતરાળ બાદ આજથી સોમનાથ મહાદેવ મંદિર સવારે 6 થી રાત્રીના 10 વાગ્યા સુધી ખુલ્લુ રાખવાના નિર્ણયથી ભાવિકોના હરખની રેલી વ્યાપી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.