Abtak Media Google News

સોમનાથ મહાદેવની મુંબઇ મંબાદેવી મંદીર સુધીની યાત્રામાં રખડતા ભટકતાની સેવાનું ભગીરથ કાર્ય હાથ ધરાશે: કાર્યકરોએ અબતકને આપી વિશેષ વિગતો

જીયેજા માનવસેવા જીવદયા ટ્રસ્ટ દ્વારા માનવસેવા એજ પ્રભુસેવાના સંદર્ભે તા. ૧૩-૨-૧૮ ના રોજથી શરુ કરી સતત ૧૦૦ દિવસ સુધીનું એક મહાઅભિયાન શરુ કરવામાં આવશે.

આ અભિયાન ગીર સોમનાથ મહાદેવ દાદાના મંદીરથી લઇને મુંબઇ મંદાદેવી માતાજીના મંદીરે સુધી ૧૦૦ દિવસ બાદ પૂર્ણ થશે. અને રસ્તા, ફુટપાથ, મંદીર કે. અન્ય સ્થળે રખડતા ભટકતા ગંદી હાલતમાં પડેલા પીડીત બીનવારસી લોકોને શોધી તેમના વાળ-દાઢી, નખ કાપવા નવડાવવા નવા કપડા પહેરાવવા તેઓની જગ્યા સાફ કરવી શરીર પર કોઇપણ જગ્યાએ ઘાવ વાગ્યા હોય તો સારવાર કરવી અને હોસ્પિટલ પહોચાડવા જેવી કામગીરી દ્વારા કરવામાં આવશે.

આ કાર્યનું આયોજન જીયેજા ટ્રસ્ટના સભ્યો દ્વારા કરવામાં આવ્યું છે. તથા રસ્તામાં આવતી અન્ય સંસ્થાઓની મદદ લેવામાં આવશે. તથા અન્ય સેવાભાવી લોકોનો સહયોગ યાત્રા દરમિયાન લેવામાં આવશે.

આ ભગીરથ કાર્ય દરમિયાન સંસ્થાને કોઇ સેવાકીય વ્યકિત તન, મન, ધનથી મદદ કરવા તથા માનવતા દર્શવવા ઇચ્છુકોએ પ્રવિણભાઇ ચુડાસમા ૯૫૧૦૮ ૦૨૩૪૫, અનિલ ગોહેલ ૯૯૭૯૬ ૪૬૭૯૬, નયન હિંગુ ૭૨૨૬૮ ૨૩૩૪૪, કુણાલ રજાઇ ૭૬૨૩૯ ૧૯૯૧૯, પ્રશાંત ચાવડા ૭૪૦૫૬ ૫૨૦૦૬, અવિનાશ પ્રસાદ ૮૭૭૯૩ ૩૧૬૪૩, હર્ષિદ પટેલ, અભય સોલંકી, વજેસિંહ સોલંકી, સતીષ ગાહેલ, પ્રવિણ હિંગુ, નિલેશ અધેરા, હિરેન હિંગુ, નિલેષ વેગડા, વિપુલ વેગડા, હિરેન વ્યાસ અને ભરત સગર ૯૨૯૬૦ ૨૮૫૯૧ નો સપર્ંક કરવા જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.