Abtak Media Google News

જો તમારે સ્વતંત્રના જોઇતી હોય તો તમારે સંયમ અને શિસ્તનો આપમેળે જ સ્વિકાર કરવો પડે, મહાત્મા ગાંધીના આવા જ કોઇ વિધાને હવે ભારતીયોએ સ્વીકાર કરવો પડશે, ખાસ કરીને જો કોવિડ-૧૯ ના સહ અસ્તિત્વ વચ્ચે જીવવાનો સમય આવ્યો તો…!

પ્રથમ બે તબકકામાં લોકડાઉન બાદ સરકારે તબકકાવાર કૃષિ ક્ષેત્ર અને આવશ્યક સેવાઓને શરૂ  કરવાની પહેલ કરી છે. હવે ત્રીજા તબકકાના લોકડાઉન પુરૂ થવાને એક સપ્તાહ બાકી છે ત્યારે સરકાર ઉઘોગોને ફરી ચાલુ કરવાની તૈયારી કરી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં ઉત્તર પ્રદેશ, મઘ્ય પ્રદેશ અને હવે ગુજરાત સરકારે ઉઘોગો માટે લેબર-લોમાં શ્રેણી બઘ્ધ સુધારાની જાહેરાત કરી છે. આ જાહેરાતો બાદ હવે રાજસ્થાનની સરકારપણ વહેલી તકે રાજયમાં શ્રમ કાનુનોમાં સુધારો કરે તેવા સંકેત મળી રહ્યા છે.

ગુજરાતની જ વાત કરીએ તો સરકારે કાખાનાના કારીગરો માટે આઠ કલાકની સમય મર્યાદા હતી તે હવે નવા ઓર્ડર ન આવે ત્યાં સુધી હળવી કરી છે. જે અંતર્ગત હવે કારખાનાના માલીકો તેમના કર્મચારી પાસેથી ૧ર કલાક કામ કરાવી શકશે. જે માટે તેમને ચાર કલાકનો સિંગલ ઓવર ટાઇમ આપવાનો રહેશે. કર્મચારી આ સામે વિરોધ કરી નહીં શકે.

આ ઉપરાંત નવા શરૂ  થનારા સાહસો માટે હવે સરકાર ત્રણ મૂળભૂત શ્રમ કાનુનને બાદ કરતા બાકીના કાયદામાં ૧ર૦૦ દિવસ સુધી રાહત આપશે. જેનાથી જે કંપની પાસે ઓર્ડર વધારે હોય તે વધારે કામ અને ઉત્પાદન કરીને અર્થતંત્રને વેગવંતુ બનાવી શકશે. આણંદ, દાહેજ તથા ઘોલેરામાં સરકાર પાસે પડેલી ૩૩૦૦૦ હેકટર જમીન ઉપર ખાસ કરીને એવી કંપનીઓને આકર્ષવાનું લક્ષ્યાંક છે જેઓ હાલમાં ચીન છોડીને અન્ય દેશમાં જવા તૈયારી કરી રહી છે. યાદ  રહે કે જાપાન, અમેરિકા, કોરિયા તથા યુરોપની ઘણી કંપનીઓ આ રીતે ચીન છોડવાની પેરવીમાં છે. આ કંપનીઓને ૧પ દિવસમાં જમીન ફાળવી દેવાની રણનીતી હશે.

સરકાર ૧૮મી મે બાદ દેશનાં બીજા ઘણા વિસ્તારોમાં લોકડાઉન ખોલવાની તૈયારી કરી રહી છે. બેશક જે વિસ્તારો રેડ ઝોનમાં છે એ વિસ્તારોમાં કદાચ હજુ બીજા બે સપ્તાહ લોકડાઉન લંબાવાય પરંતુ અન્ય વિસ્તારો ધીમે ધીમે શરૂ થશે.

યાદ રહે કે શહેરોમાંથી મોટો વર્ગ હાલમાં ગામડે ભણી વળ્યો છે. તેથી આ શ્રમિકોને ખેતરોમાં અથવા તો પોતાના જ નજીકના શહેરમાં રોજગાર મળી રહે તો ઇકોનોમીની ગાડી વહેલી પાટા ઉપર ચડાવી શકાય તેમ છે. આ પહેલમાં એક મોટી સમસ્યા લોકોની ખરીદ શકિતની આપી શકે છે. જો લોકોની ખરીદી શકિત જ ચોછી હશે તો મોંધી અને લકઝરીયસ વસ્તુઓની ખરીદી ઘટશે તેથી આવી કંપનીઓને ઉત્પાદન ઘટાડવા પડશે જે આગળ જતાં રોજગારમાં ઘટાડો કરી શકે.

પરંતુ સરકારને કૃષિ ક્ષેત્ર ને પ્રાધાન્ય આપવા માટે પણ વ્યાજબી ભાવે મજુરો મળતા રહે તેવું આયોજન કરવાની જરૂ ર હતી. તેથી હવે ગામડે ગયેલા કે પોતાના વતનમાં જ સ્થાયી થવા ઇચ્છતા લોકોને ખેતીમાં કામ મળી રહે તેવું આયોજન કરવામાં આવશે. આવા સંજોગોમાં કદાચ એવું પણ બને કે લકઝરીયસ ઉત્પાદનોમાં કાપ આવે પરંતુ ફુડ પ્રોસેસિંગ યુનિટોનાં ઓર્ડર વધી જાય, કારણ કે માનવ જાતને ખાવા માટે તો ચીજવસ્તુની જરૂ ર પડવાની જ છે.

દેશનાં સરકારી પ્રતિનિધિઓ, વિખ્યાત ડોકટરો અને બુઘ્ધિજીવીઓ હવે એવું કહેતા થયા છે કે આપણે કોવિડ-૧૯ સાથે જીવતા શિખવું પડશે. એનો સંકેત એવો છે કે આગામી ત્રણ મહિના સુધી વિશ્ર્વને આ રોગથી સંપૂર્ણ મુકત કરવાની આશા ઠગારી છે. વિશ્ર્વના ૬૬ ટકા વિસ્તારો સરેરાશ દોઢ મહિનાથી વધારે લોકડાઉન જોઇ ચુકયા છે. હજુ વધારે ત્રણ મહિનાનું લોકડાઉન કોવિડ-૧૯થી થનારા મોત કરતા ડિપ્રેસન, ભુખમરા અને આપઘાતના કારણે થનારા મોતનો આંકડો અનેક ગણો વધારી શકે છે. જો વાયરસ નહીં જાય તો માનવ જાતે બદલાવું પડશે.

આગામી દિવસોમાં સોશ્યલ ડિસ્ટસીંગ સામાજીક અભ્યતાનો એક ભાગ બની શકે, કાં તો કોવિડ-૧૯ નાબુદ થાય, કાં તો તેની દવા શોધાય, કાં તો માનવજાત ની રોગ પ્રતિકારક શકિતમાં કુદરતિ રીતે જ વધારો થાય, પરંતુ જયાં સુધીઆ રોગ સઁપૂર્ણ ન જાય ત્યાં સુધી લોકડાઉન તો નહીં જ પોષાય એ વાત નકકી છે.

આમેય ને ગાંધી બાપુના વિચારો તો એવું જ કહેતા હતા કે ભારતના વિકાસ માટે ગામડાનો વિકાસ થવો જરૂ રી છે. કદાચ હાલમાં શહેરો છોડીને ગામડામાં જઇ રહેલી જનતા અને આજની કોવિડ-૧૯ ની મહામારી ગાંધીજીના આ વિચારોને હકિકતમાં પણ બદલી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.