Abtak Media Google News

સરકારે શિક્ષણક્ષેત્રે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી શિક્ષણ જગતમાં નવી ક્રાંતિની શરૂઆત કરી છે. વિધાર્થીઓ વિદેશમાં અભ્યાસ માટે જઈ શકે તે માટે સરકારે વિદેશ ઉચ્ચ અભ્યાસ લોનની યોજના અમલમાં મુકી છે. આ યોજના અંતર્ગત ઘણા વિધાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરતા થયા છે.  કોડીનાર તાલુકાના પણાદર ગામે રહેતા નાથાભાઈ ઝણકારનો પુત્ર મહિપાલને વિદેશ અભ્યાસ માટે લોન મળતા તે કેનેડામાં એન્જીનિયરિંગનો અભ્યાસ કરે છે.

નાથાભાઈએ જણાવ્યું હતું કે, મારો પુત્ર મહિપાલને વિદેશ અભ્યાસ માટે લોન મેળવવાની અરજી કર્યા બાદ મંજુર કરવામાં આવી હતી. મહિપાલ ઓગસ્ટ-૨૦૧૮માં કેનેડાની ઓટાવા યુનિવર્સિટીમાં મેકેનીકલ એન્જીનિયરિંગનો અભ્યાસ કરવા માટે ગયો હતો. આ એન્જીનિયરિંગનો બે વર્ષનો અભ્યાસક્રમ છે. સરકારશ્રી દ્રારા વિદેશ અભ્યાસ માટે ૭.૫૦ લાખનો પ્રથમ હપ્તો ચુકવવામાં આવ્યો હતો. સરકાર દ્રારા આર્થિક સહાય કરવામાં આવતા મારો પુત્ર આજે વિદેશમાં ખુબ સારી રીતે અભ્યાસ કરી રહ્યો છે. તે અમારા પરિવાર માટે ખુબ આનંદની વાત છે. ખેતીકામ કરતા પરિવારનો પુત્ર વિદેશ અભ્યાસ ભણવા માટે જાય તે સમાજને પ્રેરણાદાયી ઉદાહરણ પુરુ પાડે છે.

નાથાભાઈએ તેમના પરિવાર વિશે વધુમાં ઉમેરી જણાવ્યું હતું કે, મારા પરિવાર બે પુત્ર અને બે પુત્રી સહિત છ સભ્યો છે. એક પુત્ર અનિરૂધ ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. જ્યારે એક દિકરી ગાંધીનગર સચિવાલયમાં ડી.વાય.એસો.માં સરકારી ફરજમાં નિભાવે છે. તેમજ મારો નાનો ભાઈ આર્મીમાં ફરજ દરમ્યાન શહીદ થઈ દેશની રક્ષા માટે પ્રાણની આહૃતિ આપેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.