Abtak Media Google News

ઈનપુટ ટેક્સ ક્રેડિટને ૫ ટકા સુધી સિમિત કરવાના સરકારના નિર્ણયને ન્યાયાલયમાં પડકાર

‘એક દેશ એક ટેકસ’ના મથાળા હેઠળ દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ જીએસટી લાગુ કરવામાં આવ્યો હતો. જેનાથી ટેકસ સીસ્ટમમાં પારદર્શકતા આવવાની સાથે સરળ પધ્ધતિ બનશે તેમ માનવામાં આવતું હતુ પરંતુ હાલ, જીએસટી એકટ હેઠળ નવા-નવા નિયમો આવતા કરદાતાઓ અકળામણ અનુભવી રહ્યા છે. તાજેતરમાં ૫૦ લાખ રૂપીયાથી વધુનો માસિક કારોબાર ધરાવતા કરદાતાઓએ ફરજીયાત ઓછામાં ઓછો ૧ ટકા જીએસટી રોકડમાં જમા કરાવવો પડશે. તેમ વિત્ત મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતુ જેનાથી કરદાતાઓમાં નારાજગી છે તો બીજી બાજુ ઈનપૂટ ટેકસ ક્રેડીટ સીસ્ટમને લઈ વેપારીઓ રોષ વ્યકત કરી રહ્યા છે. જીએસટીમાં મજરેની આ મડાગાંઠ આઈટીસીમાં ગૂંચ ઉભી કરનારી બનશે. કારણ કે સરકારે આઈટીસીમાં મળતી ક્રેડીટનો દર ૧૦ ટકાથી ઘટાડી ૫ ટકા સુધી સિમિત કરી દીધો છે. જેને લઈ કાયદાકીય જંગ છેડાવાની શકયતા છે. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડીયા ટ્રેડસે આ નવા નિયમનો વિરોધ કરી નાણાંમંત્રી નિર્મલા સિતારામનને પત્ર લખ્યો છે. અને ન્યાયાલયમાં પડકાર પણ ફેંકયો છે.

કેટના આગેવાનોએ આ નવી જોગવાઈ વેપારીઓ માટે નવી જંજટ ગણાવી છે. અગાઉ માલ ખરીદવા પર ૨૦ ટકા ક્રેડીટ મળતી હતી જેને આ વર્ષે સરકારે ઘટાડી ૧૦ ટકા કરી દીધી હતી જે ઉપર પણ ગુજરાત હાઈકોર્ટમાં વેપારીઓએ અરજી દાખલ કરી હતી આ જોગવાઈનો નિવેડો નથી આવ્યો ત્યાં સરકારે ફણી દર ઘટાડી ક્રેડીટ ૫ ટકા સુધી સિમિત કરવાનો નિર્ણય જારી કર્યો છે. જે આગામી ૧લી જાન્યુઆરીથી અમલમાં આવનાર છે.

ઉલ્લેખનીય છે કે માલ-સામાનના ઉત્પાદન માટે ખરીદવામાં આવતા કાચા માલ પર વેપારીઓએ ટેકસ ચૂકવવો પડે છે. અને ત્યારબાદ તૈયાર ઉત્પાદનના વેચાણ માટે પ્રેસ ચૂકવવો પડતો હોય છે. આમ ડબલ ટેકસના માળખામાંથી બચવા વેપારીઓને ઈનપુટ ટેકસ ક્રેડીટ આપવામાં આવે છે, જેના દર સરકારે ઘટાડી દેતા વેપારીઓને માટે નવી ગૂંચા ઉભી થઈ છે. અને માત્ર અમૂક અંશની ક્રેડીટ મળતા અંતે ડબલ ટેકસ જ ચૂકવવાનો રહેશે તેવા અણસારે વેપારીઓએ સરકારના આ નિર્ણય વિરૂધ્ધ નારાજગી જતાવી નિર્ણય પાછો ખેંચવા માંગ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.