Abtak Media Google News


ઘરે બનાવો મૂંગ દાળનો હલવો


સામગ્રી :

– ૧ કપ (૨૦૦ ગ્રામ) મૂંગ દાળ

Advertisement

– ૧ કપ (૨૦૦ ગ્રામ) ખાંડ

– ૧/૨ કપ (૧૨૫ ગ્રામ) ઘી

– ૫૦૦ મિલી ફૂલ ક્રીમ દૂધ

– ૨૦ થી ૨૫ ટુકડા કાજુના

– ૨૦ થી ૨૫ ટુકડા બદામ

– ૨ ટેબલ સ્પૂન કિશમીશ

– ૧૫ થી ૨૦ ટુકડા પિસ્તા

– ૬ થી ૭ એલચીના ટુકડા

રીત :

મૂંગ દાળને ૩ કલાક પલાળીને કપડાથી લૂંછી નાખવાની પછી પૈન ગરમ કરી તેમાં મૂંગ દાળ નાખી લગાતાર હલાવાનું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હલાવાનું પ્લેટમાં કાઢી ઠંડુ થવા દેવાનું.

– મિક્ષરમાં દાળ પીસી નાખવાનું૪ એક પૈનમાં ૩ થી ૪ ચમચી ઘી નાખી, ક્રશ કરેલી દાળ નાખી લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી હલાવાનું. તેમાં દૂધ નાખી હલાવાનું ગેસ ધીમો રાખવાનો, ૧ કપ પાણી નાખી ધીરે-ધીરે હલાવાનું.

– બીજા પેનમાં ૧ ટી સ્પૂન ઘી નાખી તેમાં કાજુ, બદામ અને કિશમિશ નાખી હલાવી પ્લેટમાં કાઢવાનું.

– મીક્ષણમાં ખાંડ નાખી કાજુ, બદામ નાખી હલાવાનું  અને તેમાં ઘી અને ઇલાયચી પાઉડર નાખી પકવા દેવાનું ૧ થી ૨ મીનીટ પછી તેને પ્લેટમાં કાઢી હલવા ઉપર કાજુ, કિશમિશથી ગ્રાનીસ કરવાનું

સુજાવ :

– તમે હલવામાં પાણી ન નાખવાના બદલે દૂધ નાખી ને પણ હલવો બનાવી શકો છો.

– હલવામાં તમારી પસંદ પ્રમાણે પણ ઘી ઓછુ અથવા વધારે નાખી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.