Abtak Media Google News

માલે ઉપર ભારતની પગ પેસારો રોકવા માલદીવે પાકિસ્તાન સાથે હાથ મિલાવ્યો: ભારતીય અધિકારીઓ

માલદીવ ભારત સાથે એક રાજનીતીક રમત રમી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે માલદીવે ભારત સાથે વધુ એક વખત દગો કર્યો છે. તેણે પાકિસ્તાન સાથે ઉર્જા ક્ષેત્રે કરાર કરતાં ભારત સાથેના સંબંધોમાં ઢીલાસ આવે તેવી શકયતા છે.

માલદીવ સ્ટેટ ઇલેકટ્રીસીટી કંપની સ્ટેલકોના અધિકારીઓએ ગયા અઠવાડીયે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી અને ઇન્સ્ટીટયુટ બિલ્ડીંગ  એકટીવીટીમાં સહકાર માટે પાર્ક સાથે એમઓયુ પર હસ્તાંક્ષર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે માલદીવમાં સરક્ષણ અર્થે માલે ઉપર ભારતનું સૈન્ય કામ કરી રહ્યું છે.

માલદીવે પાક સાથે એવા સમયે કરારો કર્યા છે કે જયારે તેણે માલે ઉપર કામ કરવાની વર્ક પરમીટ ભારતને આપવાની બંધ કરી દીધી છે.

ભારતીય અધિકારીઓએ જાણવાની કોશીષ કરી રહ્યા છે કે માલદીવ પાકિસ્તાન પાસેથી શું ઇચ્છે છે સ્ટેલકોની તમામ મહત્વની યોજનાઓ ચીની કંપનીઓ પહેલીથી જ વ્યવસ્થીત રીતે સંભાળી રહી છે તો પછી પાકિસ્તાન સાથે કરાર શા માટે ?

આ વિશે ભારતીય અધિકારીઓએ જણાવ્યું છે કે પાકિસ્તાન માલદીવની વધુ મદદ કરી શકે તેમ નથી કારણ કે પાક પાસે આ માટે પુરતી નાણાકીય વ્યવસ્થા જ નથી. પરંતુ માલ ઉપરના ભારતીય પ્રભુત્વને કમજોર કરી ભારતના દુશ્મનો લાવવાનો માલદીવ પ્રયાસ કરી રહ્યું છે. માલદીવ ના તેના ક્ષેત્ર પર ડોર્નિયર સર્વેઇલન્સ એરફ્રાન્ટ તૈનાત કરવાના ભારતના પ્રસ્તાવને જાકારો આપવા આ નિર્ણય લીધો છે. આ માટેનું એક કારણ એ પણ ગણી શકાય કે માલદીવ આ પ્રકારના વિમાન ભારત પાસેથી નહિ પણ પાક પાસેથી મેળવવા ઇચ્છતુ હશે. માલદીવના માલે ટાપુ પર ભારતનો પગ પેસારો રોકવા વડાપ્રધાન યામીને આ નિર્ણય લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.