Abtak Media Google News

વલસાડ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પ્રમુખ પદે મણિલાલ પ્રેમા ભાઈ પટેલ અને ઉપ પ્રમુખ પદે વંદનાબેન ડામાં ભાઈ ટંડેલ નો ભાજપના ૨૨ સભ્યોએ સહયોગ આપતા વિજય જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે કોંગ્રેસ ના ૧૬સભ્યો એ કોંગ્રેસના ઉમેદવારોને ટેકો જાહેર કર્યો હતો આમ વલસાડ જિલ્લા પંચાયતમાં ભાજપે આસાની થી વિજય મેળવી લીધો હતો

વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ માટે આજે વલસાડ રાજીવગાંધી સભા ગૃહમાં કલેકટર સી આર ખરસાન અને જિલ્લા વિકાસ અધિકારી દેસાઈ ની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપના પ્રમુખ પદ ના ઉમેદવાર મણિલાલ પટેલને ભાજપના ૨૧ સભ્યો એ હાથ ઊંચા કરી તેમજ એક અપક્ષે હાથ ઊંચો કરી ને ૨૨મત આપ્યા જ્યારે કોંગ્રેસના ભાવિક પટેલને કોંગ્રેસના ૧૬સભ્યોએ હાથ ઊંચકરી ને મત આપતા ૨૨મતો થી મણિલાલ પટેલનો પ્રમુખ તરીકે ૨૨ મત એ વિજય થયા ની કલેકટર એ જાહેરાત કરી હતી જ્યારે વંદના બેન ટંડેલને પણ ઉપ પ્રમુખ તરીકે ૨૨મતો થી વિજય જાહેર કરવામાં આવ્યા હતા તેમની થયેલી જાહેરાતને ભાજપના સભ્યોએ તાળીઓથી વધાવી લીધી હતી તો સાથે સાથે તેઓને શુભેચ્છાઓ આપી હતી

નોંધનીય છે કે મણિલાલ પટેલ સન ૧૯૮૫ થી ૨૦૦૦ સુધી સોળસુંબા ગ્રામ પંચાયતના સરપંચ પદે અને ૨૦૧૬ થી જિલ્લા પંચાયત ના સભ્ય અને કારોબારી અધ્યક્ષ પદે ફરજ બજાવી ચુક્યા છે તેઓ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ઉમરગામના પ્રમુખ, રહી ચૂક્યા છે આજે તેમને વલસાડ જિલ્લા પંચાયત કચેરીના પ્રાંગણમાં આવેલ મોરારજી દેસાઈ ની પ્રતિમાને સુત્તરની આંટી પહેરાવી ને જિલ્લા પંચાયત કચેરીમાં પવેશ કર્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.