Abtak Media Google News

ભુજ: માધાપરના યુવાન સામે બળાત્કારની ફરીયાદ અને આપઘાત કેસમાં નવો વળાંક

યુવકની સોશિયલ મીડિયાના માઘ્યમથી ફસાવી રૂ. 4 કરોડ પડાવવાનું ષડયંત્ર રચ્યું: ત્રણ મહિલા સહિત ચારની ધરપકડ: પાંચની શોધખોળ

ભુજ માધાપરના યુવાન પર થોડા સમય પહેલા બળાત્કારની ફરીયાદ થઇ હતી જેમાં એક નવો વળાંક આવ્યો છે. ફરીયાદમાં યુવકે આપઘાત કરી લેતા એસ.પી. ડો. કરણરાજ વાઘેલાએ ઉંડાળપૂર્વક તપાસ કરતાં હનીટ્રેપનો મામલો સામે આવતા તપાસ કરતાં પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલી હત્યાની આરોપ મનિષા સહિત નવ શખ્સોના નામ આવતા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ં હની ટ્રેપમાં ફસાવાયેલા ભુજના માધાપરમાં રહેતા દિલીપ આહીર (ગાગલ) નામના યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ગત શુક્રવારે અમદાવાદની જીવરાજ મહેતા હોસ્પિટલ પાસે રહેતી મધ્યમવર્ગીય પરિવારનીદિવ્યા નામની યુવતીએ ભુજના સેડાતા પાસે આવેલ હાઇલેન્ડ રીસોર્ટમાં દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાવી હતી.બળાત્કારની ખોટી ફરિયાદ કરવા પાછળ ચાર કરોડ રૂપિયા પડાવવાનો કારસો હોવાનો ઘટસ્ફોટ પોલીસની તપાસમાં થયો છે.

ચોંકાવનારી બાબત એ છે કે હનીટ્રેપના ષડયંત્રમાં હાલમાં જયંતી ભાનુશાલીના મર્ડર કેસમાં પાલારા જેલમાં કેદ મનિષા ગોસ્વામી અને અંજારના બે વકીલ સહિત નવ આરોપીઓનું કાવતરૂ હોવાની વિગતો ખૂલી છે. નખત્રાણા પી.આઈ. આર.જે. ઠુમ્મરે નખત્રાણા પોલીસ મથકમાં આરોપીઓ વિરૂધ્ધ ઢોરીના યુવકને હની ટ્રેપનો કારસો રચી રૂપિયા પડાવવા માટે મરવા 4 કરોડ મજબુર કર્યા અંગેની ફરિયાદ નોંધાવાઇ હતી.

પોલીસે ત્રણ મહિલા સહિત ચાર આરોપીની અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરી છે.મુળ ઢોરી ગામના અને માધાપર રહેતા હતભાગી યુવક દિલીપભાઇ ભગુભાઇ ગાગલ સામે અમદાવાદની યુવતીએ દુષ્કર્મ કર્યાનો આરોપી લગાવતાં હતભાગી યુવકે દેશલપર નલિયા રોડ પર એસઆર પેટ્રોલ પંપ પાછળ ઝાડીમાં ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. દરમિયાન મેડીકલ પરિક્ષણમાં ફરિયાદી યુવતી પર દુષ્કર્મ થયું ન હોવાનું સામે આવતાં પોલીસે ફરિયાદી યુવતીનું નિવેદન લેતાં ફરિયાદી યુવતીએ સમગ્ર ઘટનાની કબુલાત આપી હતી.

નખત્રાણા પોલીસ મથકે સોમવારે મોડી રાત્રે ઢોરીના યુવકને હનીટ્રેપમાં ફસાવી 4 કરોડની ખંડણી માંગી મરવા પર મજબુર કરાયા સસબ નખત્રાણા પોલીસ મથકના પી.આઇ. આર.જે.ઠુમરે આપ્રકરણની મુખ્ય માસ્ટર માઇન્ડ મનિષા ગોસ્વામી, ફરિયાદી યુવતી દિવ્યા અશોકભાઇ કાળુભાઇ ચૌહાણ (રહે. ચામુંડાનગર, જીવરાજ મહેતા હોસ્પિટલ પાસે, વાસણા), ઘાટલોડીયાના અજય પ્રજાપતિ, વડોદરાના અખલાક પઠાણ, મનિષાના પતિ ગુજ્જુભાઇ ગોસ્વામી (રહે ગણેશનગર ભુજ) તથા અંજારના એડવોકેટ આકાશમકવાણા અને કોમલ જેઠવા ઉપરાંત રીધ્ધિ નામની છોકરી અને ભુજના અઝીઝ સમા તેમજ તપાસમાં નીકળે તે તમામ આરોપીઓ વિરૂધ ગુનો દાખલ કયી હતો.

આ ચકચારી કેસની તપાસ પશ્ચિમ કચ્છ પોલીસની મહત્વની શાખા એલસીબીને સોંપાતાં એલસીબીએ ભુજના અઝીજ સમા, અમદાવાદની ફરિયાદી યુવતી દિવ્યા ચૌહાણ અને હાલમાં જ પાલારા જેલમાંથી બહાર આવેલી મનિષાની સાગરીત મહિલા તથા મનિષા ગોસ્વામીની અટક કરીને પુછપરછ હાથ ધરી હોવાનું પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાએ આજે ભુજ ખાતે યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.