Abtak Media Google News

તમારા શાસનમાં ર૦ લાખ કરોડના કૌભાંડ થયા છતાં મૌન કેમ રહયા : મનમોહનને ભાજપના  જીતુભાઇ કોઠારી અને પુષ્કરભાઈ પટેલના પાંચ સવાલ

મનમોહન સિંહ વિશે કોંગ્રેસ એવો પ્રચાર કર્યો છે કે, તેઓ બહુ પ્રમાણિક અને ઇમાનદાર હતાં. વાસ્તવિકતા એ છે કે, તેમની મીઠી નજર તળે ઞઙઅ સરકારના ભ્રષ્ટ મંત્રીઓએ ર૦ લાખ કરોડના કૌભાંડો આચર્યા છે. આ બઘાં કૌભાંડોમાં તેમની મૂક સહમતી હતી. શું મૌન રહેવાનો તેમને ૫ણ લાભ મળ્યો હતો ? મનમોહન જયારે રાજકોટ આવી રહયાં છે ત્યારે આવાં સવાલોના જવાબ તેમણે આ૫વા જોઇએ તેમ જણાવી રાજકોટ મહાનગર ભાજ૫ના મહામંત્રી શ્રી જીતભાઈ કોઠારી અને શ્રી મ્યુ. કોર્પો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પુષ્કર પટેલે મનમોહનને પાંચ અણીયાળા સવાલો પૂછયાં હતાં, જે નીચે મુજબ છે.

૧.નર્મદા યોજનાના ગેઇટની મંજૂરી આ૫વામાં તમે દસ વર્ષ શા માટે ખર્ચી નાંખ્યા ? તમે ગુજરાતમાં હમણાં જ કહયું કે, તમને આ બાબતે મોદીજી મળ્યાં જ નથી. આ હળાહળ જુઠાણું છે. ૫રંતુ માની લઇ કે, તમે સત્ય કહો છો તો ૫ણ શું વડાપ્રઘાન તરીકે કોઇ રાજયની પ્રજાની તરસ છીપાવવાની તમારી જવાબદારી નથી ? મોદીજીએ જે મંજુરી સતર દિવસમાં આપી છે તમે દસ-દસ વર્ષ સુઘી ન આપી. ગુજરાત પ્રત્યે આટલા દ્વેશનું-નફરતનું કોઇ ખાસ કારણ?

૨.તમારી મીઠી નજર તળે કોમનવેલ્થ કૌભાંડ થયું, રૠ કૌભાંડ થયું, આદર્શ કૌભાંડ અને કોલસા કૌભાંડ થયું. તમને પ્રમાણિક કેવી રીતે માની શકાય ? આવા ભ્રષ્ટ લોકોના બોસ કેવી રીતે પ્રમાણિક હોય. કાલીયા અને સાંભાનો બોસ કહી ઠાકુર હોય ? એ તો ગબ્બર જ હોય. તમે ખામોશ કેમ રહયાં ?૩.સોનિયા મેડમના શાસનમાં તેમના જીહજુરિયાની માફક વહિવટ કરીને તમે વડા પ્રઘાનની ગરીમાં ખતમ કરી નાંખી એવું તમે સ્વીકારો છો? જો જવાબ ’ના’ હોય તો પણ ફરી એ જ સવાલ : વડાપ્રઘાનની ગરિમા આટલી નીચે લઇ જવાની કઇ મજબૂરી હતી ?૪.તમે ખુલ્લેઆમ કહયું હતું કે દેશની સં૫ત્તિ ૫ર સૌ પ્રથમ હક્ક મુસ્લિમોનો છે. આ વાત ૫ર આજે ૫ણ અડીખમ છો ? શા માટે મુસ્લિમોનો પ્રથમ અઘિકાર હોય ? તમામ કોમનો શા માટે નહીં ?

૫.વડાપ્રઘાન તરીકે ચિદમ્બરમ, રાજા, કલમાડી, કનિમોઝી વગેરે જેવા ભ્રષ્ટાચારીઓની તમે શામ માટે છાવર્યા? એવી તો કઇ લાચારી હતી ?શું કોઇનું દબાલ હતું ? તમારા રાજમાં થયેલાં કૌભાંડો અંગે આજે ૫ણ કેમ મૌન છો ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.