Abtak Media Google News

રાજકોટ પૂર્વના ભાજપના ઉમેદવાર પૂર્વ મંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલનો સુખરામનગર, વોર્ડ ૧૮માં લોકસંપર્ક તેમજ વોર્ડ નં. ૮ પેટા કાર્યાલયનું ઉદ્ ઘાટન. જેમાં રમેશભાઈ ચાવડીયા, કાથડભાઈ ડાંગર, રાજુભાઈ ફળદુ, કેતનભાઈ પટેલ, મનોજભાઈ પાલિયા તથા મોટી સંખ્યામાં વસાહતીઓ હાજર રહ્યા હતા.

Advertisement

રાજકોટના પૂર્વ વિઘાનસભા-૭૦ ભાજપના ઉમેદવાર શ્રી ગોવિંદભાઇ ૫ટેલના સમેલનમાં સહકારનગર મે. રોડ ૫ર મળેલી જુથ સભા. જેમાં વિવિધ સમાજના આગેવાનો અને તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ગુજરાતના ગરીબો અને વંચિતોના સ્વાસ્થ્યની ચિંતા ભાજપ સરકારે કરી છે : રમેશભાઈ પંડ્યા

રાજકોટ વિધાનસભા-૭૦ ના ઉમેદવાર ગોવિંદભાઈ પટેલએ તેમના પ્રચારને વેગીલો બનાવતા વિવિધ વિસ્તારમાં પદયાત્રા કરી લોકસંપર્ક કર્યો હતો. લોકસંપર્ક દરમ્યાન રાજકોટના ડોકટરોની સભા, બુથ મીટીંગ, જુથ મીટીંગ, પદયાત્રા તેમજ વોર્ડ નં.૧૪ના કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું. તમામ વિસ્તારના લોકોએ ગોવિંદભાઈનું પુષ્પવર્ષા કરી સ્વાગત કર્યું હતું. વિવિધ વિસ્તારમાં લોકો સાથે જુથ સભા દરમ્યાન સંવાદ કરતા ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના લોકોએ સ્વાસ્થ્ય સેવા માટે, ગંભીર બીમારીની સારવાર માટે બહાર જવું પડતું, કલાકો સુધી વારા ન આવે, ધક્કા થાય એ સ્થિતિ તો ક્યારની ય દૂર થઈ ગઈ હતી. પરંતુ ભાજપની સરકારે છેલ્લા વર્ષોમાં તો એવું નક્કર કામ કર્યું કે લોકોએ આરોગ્ય સેવા માટે બહાર જવાના બદલે સેવા એમના સુધી પહોચી. આપણા વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને સર્વાંગી તંદુરસ્તી બક્ષી છે.

રાજકોટ પશ્ચિમ મતવિસ્તારમાં વિવિધ જુથ સભાઓમાં સરકારી સ્વાસ્થ યોજનાની જાણકારી આપતા રમેશભાઈ પંડ્યાએ વિસ્તૃત ચર્ચા કરતાં કહ્યું કે, ગુજરાતના ગરીબો અને વંચિતોના સ્વાસ્થ્યની ચિંતા ભાજપ સરકારે કરી છે. ગુજરાત દરેક રીતે સમર્થ બન્યું છે પણ એ સ્વસ્થ પણ બન્યું છે. ગુજરાતનાં ગરીબ અને વંચિત વર્ગને હવે સ્વાસ્થ્ય સેવા માટે કોઈ ચિંતા રહી નથી. કારણકે મા અમૃત્તમ યોજનાનુ કવચ એમની પાસે છે. અત્યાર સુધીમાં ૨૨.૬૩ લાખ પરિવારોને માં અમૃતમ કાર્ડ અપાયા છે. માં વાત્સલ્ય અંતર્ગત ૨૭.૧૨ લાખ પરિવારને માં અમૃત્તમ કાર્ડ આપવામાં આવ્યા છે.  રૂ.૧.૫૦લાખની વાર્ષિક આવક વાળા ૫૦ લાખ પરિવારની નોંધણી કરવામાં આવી છે. ૭,૨૮,૦૦૦ લાભાર્થીઓને ૯૯૮ કરોડ રૂપિયાની આરોગ્ય સેવા આપવામાં આવી છે. ગંભીર બીમારીઓ માટે રૂ.૨ લાખ સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. ગુજરાતનાં સરહદી વિસ્તારોની આરોગ્ય સેવા માટે આ સંવેદનશીલ અને નિર્ણાયક સરકારે ૨૭ પ્રકારની અલગ અલગ દવાઓ સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં અઠવાડિયામાં ૨ વાર હાજર રહેવા તબીબોને સૂચના આપી છે.

વિવિધ વોર્ડની જુથ સભાને સંબોધતા ઉમેશભાઈ રાજ્યગુરૂએ ભાજપ સરકારની સિદ્ધિઓ જણાવતા કહ્યું કે, આ સેવા માત્ર ગ્રામ્ય વિસ્તાર માટે જ હોય એવું નથી અને ગરીબોને જ તેનો લાભ મળે એવું પણ નથી. શહેરોમાં અને મધ્યમવર્ગને પણ તેનો લાભ મળે છે. જે સ્ટેન્ટ રૂપિયા ૫૫૦૦૦નો મળતો એ હવે ૭,૨૬૦ રૂપિયામાં મળે છે અને ૧,૬૦,૦૦૦ની કિંમત વાળા સ્ટેન્ટ હવે ૨૯,૬૦૦માં ઉપલબ્ધ છે. ગુજરાતમાં આવી સસ્તી અને છતા ગુણવત્તા યુક્ત સ્વાસ્થ્ય સેવા ક્યારેય નહોતી. ૧૯૯૫-૯૬માં ગુજરાતમાં પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રોની સંખ્યા ૯૫૭ હતી જે ૨૦૧૬-૧૭માં ૧૩૯૩ થઈ છે. ગુજરાતમાં પ્રતિ ૨૦૦૦ની વસ્તી ૧ ડોક્ટર છે સરકારનું લક્ષ્ય ૧૦૦૦ માણસો દીઠ ૧ ડોકટરનું છે.

રાજકોટ શહેરી વિસ્તારમાં પણ ભાજપ સાશીત મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રોમાં દવા સારવાર ઉપરાંત લેબોરેટરી ટેસ્ટ, રસીકરણ વગેરે થાય છે અને સરકારના પોલિયો નાબૂદી સહિતના કાર્યક્રમોમાં પણ રાજકોટ આગળ હોય છે આ સેવાઓની શરૂઆત પણ વિજયભાઈના મેયરપદ અને સ્ટેન્ડિંગ ચેરમેનપદના સમયગાળા માં થઈ હતી.

ગોવિંદભાઈ પટેલ સાથે જુથસભા તેમજ લોકસંપર્ક દરમિયાન મેયર  ર્ડા. જૈમનભાઈ ઉપાધ્યાય, ઉમેશભાઈ રાજ્યગુરૂ, રમેશભાઈ પંડ્યા, નિર્મળભાઈ બોરીચા, જગદીશભાઈ અકબરી, નરેશભાઈ પટેલ, અશોકભાઈ ડાંગર, રાજુભાઈ સોરઠીયા તથા બહોળી સંખ્યામાં કાર્યકર્તા, તમામ સમાજના આગેવાનો અને સંસ્થાના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.