Abtak Media Google News

રાજકોટ શહેરમાં ભેળસેળયુક્ત ઘીનો ધંધો કરતાં બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ડેરીનો ધંધો કરતાં બંને પટેલ શખ્સ જાણીતા અમુલ બ્રાન્ડનું નકલી ઘી બનાવી ડબ્બા પાઉચમાં ભરી વેચતા હતા. જેની જાણ થતા મનપાના આરોયગ્ય વિભાગે દરોડા પાડી રૂપિયા 2,78,280નું નકલી ઘી જપ્ત કરી બંને શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.  રાજકોટ શહેરમાં આજીડેમ પોલીસે કોઠારીયા રોડ રણુજા મંદિર પાછળ શિવધામ સોસાયટીમાં ડેરી ધરાવતાં મામા-ફઇના બે પટેલ ભાઇઓને ત્યાં દરોડા પાડ્યા હતા. અહીં આરોગ્ય ટીમને અમુલ બ્રાન્ડના નકલી ઘીના ડબ્બા, પાઉચમાં ભરેલા મળી આવ્યા હતા. બંને ભાઇઓ ડેરી ચલાવે છે તથા તેમની એક ગોડાઉન પણ છે જ્યાં આ જથ્થા રાખવામાં આવ્યો હતો.

ડેરી પાછળના ગોડાઉન અમુલ બ્રાન્ડના 10 ઘીના ડબ્બા જેની કિંમત અંદાજે 48 હજાર રૂપિયા, તથા 500 એમએલ ઘીના 1090 પાઉચ તથા 1 લીટર ઘીના 61 નંગ પાઉચ જેની કિંમત 23180 મળી કુલ અંદાજે 2,78,280 રૂપિયાની કિંમતનું નકલી ઘી મળી આવ્યું હતું. પોલીસે આરોપી બંને ભાઇઓ પ્રકાશ અરવિંદ કાપડિયા તથા મહેશ જયંતિ ગજેરાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.