એસીઆઇના ઓલ-વુમન ક્રૂને  લીલીઝંડી આપતા મનસુખ માંડવીયા

પુરૂષોના વર્ચસ્વવાળા મેરીટાઇમ સેકટરમાં રૂઢિગત માન્યતાઓને તોડવાના મહિલાઓના જબરજસ્ત પ્રયત્નોને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ

કેન્દ્રીય બંદર શીપીંગ અને જળમાર્ગ રાજય મંત્રી (સ્વતંત્ર હવાલો) મનસુખ માંડવીયાએ 6 માર્ચના રોજ જે.એન.પી.ટી. લિકિવડ બર્થ જેટીથી શીપીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડીયાના પ્રોડકટ કેરીયર એમટી સ્વર્ણક્રિશ્ર્ના પર તમામ મહીલા અધિકારીઓના નૌકાયન ને વર્ચ્યુલી લીલી ઝંડી આપી હતી. આ સાથે શીપીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડીયાએ તેના હિરક જયંતિ ઉજવણીના ભાગરુપે અને આંતરરાષ્ટ્રીય  મહિલા દિવસના અવસરે વધુ એક સિઘ્ધી હાંસલ કરી હતી. વિશ્ર્વના મેરીટાઇમ ઇતિહાસમાં આ પહેલીવાર છે જયારે તમામ મહીલા અધિકારીઓ દ્વારા કોઇ જહાજ ચલાવવામાં આવી રહ્યું હોય. મનસુખ માંડવીયાએ વૈશ્ર્વિક દરિયાઇ સમુદાયમાં ભારતીય રાજદૂત તરીકેની ભુમિકા ભજવનારી અને રાષ્ટ્રને ગૌરવ અપાવનારી મહિલા સાગર ખેડુતોના યોગદાન અને બલિદાનને સ્વીકાર્યુ હતુ. એસસીઆઇની સીએમડી એચ.કે. જોશીએ દરિયાઇ ક્ષેત્રે સઁપૂર્ણ પરિવર્તનની અનુભૂતિ માટે એસસીઆઇના અવિરત પ્રયાસોની વાત કરી હતી તેમણે કહ્યું કે એસીઆઇએ એવી સાગર ખેડુત મહિલાઓના સશકત નારીત્વને ઓળખ આપી છે અને તેનું સન્માન કર્યુ છે. જેમણે તેને પ્રાપ્ત કરવા માટે હિંમત કરી છે. પ્રયત્નશીલ છે અને બદિલાન આપ્યું છે. શીપીંગ સચિવ ડો. સંજીવ રંજન, જે.એન. પી.ટી.ના ચેરમેન સંજય શેઠી, એમ.બી.પી.ટી.ના ચેરમેન રાજીવ  જલોટા અને ડી.જી. શિપિંગ અમિતાભ કુમારે વર્ચ્યુઅલ રુપે હાજરી આપી હતી અને મહિલા સાગરખેડુતોના પ્રયત્નોની પ્રસશા કરી હતી. આ પગલું દરિયાઇ સફઇ પુરૂષલક્ષી વ્યવસાય હોવાની છાપમાં ધીમે ધીમે આવી રહેલા પરિવર્તન તથા વિવિધતા અને સમાવેશનના સિઘ્ધાંતોને દર્શાવે છે. જે સિઘ્ધાંતોનું એસીઆઇ સમર્થન કરે છે. એસસીઆઇ તેના જહાજો પર મહિલા સાગર ખેડુઓને રોજગારી અપાવવામાં અગ્રેસર રહી છે. તેમજ દરિયાઇ ક્ષેત્રમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવા માટે તેની મેરીટાઇમ ટ્રેનીંગ ઇન્સ્ટિયુટ દ્વારા ઇચ્છીત મહિલા કેડેટને વયમાં છુટછાટ અને ફી છુટ સહિત વિવિધ પહેલો પણ અમલમાં મૂકી છે. એસસીઆઇને ગયા વર્ષે એનયુએસઆઇ દ્વારા સૌથી વધુ સંખ્યામાં મહિલા સાગરખેડઓને નોકરી આપનાર શિપિંગ કંપની તરીકે માન્યતા આપવામાં આવી હતી. આ ઉપરાંત એસીઆઇને મેરીટાઇમ ક્ષેત્રે વિવિધતા અને સમાનતાને પ્રોત્સાહન આપવા માટેના પ્રયત્નો માટે અનેક એવોર્ડ પણ એનાયત કરાયા હતા. તમામ મહિલા અધિકારીઓનું નૌકાયન એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચ 2021 (આઇડબ્લ્યુઠડી ર0ર1) ની થીમ નેતૃત્વમાં મહિલાઓ, કોવિડ-19 વિશ્ર્વમાં સમાન ભવિષ્ય પ્રાપ્ત કરવું. તેમજ વર્ષ 2019ની આઇએમઓ થીમ મેરીટાઇમ કમ્યુનીટીમાં મહિલાઓનું સશકિતકરણ કરવું ની થીમ સાથે સુસંગત હોવા ઉપરાંત સમાન ભવિષ્યનું નિર્માણ અને કોવિડ-19 રોગચાળામાંથી ફરીથી ઉભા થવાના વિશ્ર્વભરની મહિલાઓ અને યુવતિઓના જબરજસ્ત પ્રયત્નોને ઓળખ આપવાનો એક પ્રયાસ છે. સાથો સાથ પૂર્વમાં પુરુષ ધરાવતા ક્ષેત્રમાં મહિલાઓ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલી અનેક સિઘ્ધિઓની ઉજવણી કરવાનો ઉદેશ્ય છે.