Abtak Media Google News

કનેક્ટિવીટી, ઈન્ફ્રાસ્ટ્રકચરના અભાવની સાથો સાથ ઘરના માહોલ અને એકાગ્રતા મુદ્દે પણ ઘણા પડકારો

કોરોનાની મહામારીને કારણે દેશમાં સૌથી પહેલા સ્કૂલ-કોલેજો બંધ કરી દેવામાં આવ્યા છે. કોરોના મહામારીના વધતા પ્રકોપ વચ્ચે દેશમાં લોકડાઉન કરાયું હતું. જે પછીથી દેશમાં ધીમે ધીમે અનલોક થઈ રહ્યું છે. ત્યારે હવે નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ કયારથી કરવો તેના પર અનેક તર્ક-વિતર્ક સર્જાય છે. ત્યારે હાલની પરિસ્થિતિને જોતા કોઈપણ રીતે સ્કૂલો ચાલુ કરવી શકય નથી. કારણ કે, નાના બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવા સાથે તેઓ પાસે સોશિયલ ડિસ્ટન્સ જળવાવું મુશ્કેલ છે. આવા સમયે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન શિક્ષણ ચાલુ કરવાની પરમીશનના નામે સ્કૂલોને ખુલ્લેઆમ ફી વસુલવાની છુટ આપી હોય તેવું લાગી રહ્યું છે. વિદ્યાર્થીઓ પર ઓનલાઈનના નામે વાલીઓ પર ખોટુ ભારણ થઈ રહ્યું છે. સ્ટડી ફ્રોમ હોમ સામે વિસંગતતાની અનેક એરરો આવે તેમ છે. સ્કૂલો પાસે પુરતો ડેટા નથી કે તેમની સ્કૂલમાં અભ્યાસ કરતા કેટલાક બાળકોના વાલી પાસે સ્માર્ટ ફોન તેમજ ઈન્ટરનેટની સુવિધા, ઈન્ફાસ્ટ્રકચરના અભાવની સાથો સાથે ઘરના માહોલ અને એકાગ્રતા સાથે અનેક પડકારો ઝઝુમી રહ્યાં છે ત્યારે સ્કુલો ઓનલાઈન શિક્ષણ આપવાની વાતો કરે છે તે તદન ખોટું છે.

ઉલ્લેખનીય છે કે, બધા પાસે સ્માર્ટફોન નથી અને જો બાળકો માટે ફોન વસાવસો તો બાળકો અભ્યાસ સીવાય ફોનમાં જ રચ્યા-પચ્યા રહેશે. ઉપરાંત શાળાઓની ફી ઓનલાઈન શિક્ષણ માટે જોઈતું ઈન્ટરનેટ પણ મોંઘુ પડશે. એક ઘરમાં બે ત્રણ બાળકો અથવા સંયુક્ત ફેમીલીના ૫ થી ૬ બાળકો હશે તો કોને કેવી રીતે કેટલા સ્માર્ટ ફોન લઈ ભણાવવા તે પણ પડકારજનક છે. ફોરજી અને પછી ફાઈવજી નેટવર્કના શારીરિક નુકશાનથી આખી દુનિયા માહિતગાર છે તો તેનાથી બાળકોમાં ગંભીર રોગો નહીં વધે ?

આ ઉપરાંત સ્ટડી ફ્રોમ હોમની સુવિધાથી બાળકો ઓનલાઈન ભણશે ત્યારે ઘરમાં એટલી વાર સુધી તે બાળકો પાસે ધ્યાન રાખવા પણ કોઈકનું ઉભુ રહેવું પડશે અને ઓનલાઈન સ્કૂલ અને ટયુશન બન્ને આવશે તો આ બન્નેમાં ઓછામાં ઓછી ૭ કલાક જેટલી સમયની જરૂરપડે. તેમ જ ગામડાઓમાં ગરીબ બાળકો માટે સ્માર્ટ ફોન વસાવવો અઘરો પડશે. આજે હજુ મોબાઈલ ટાવર નથી તેવા કેટલાય ગામડાઓ છે. તો ત્યાં ઓનલાઈન શિક્ષણ કેવી રીતે પહોંચાડવું ? બધાની સગવડ સરખી ન હોય તેથી નાના ઘરોમાં બાળકો કઈ રીતે ઓનલાઈન એજ્યુકેશન મેળવી શકે. બાળકોનો ચંચળ સ્વભાવ, મહેમાની આવન જાવન અને લગ્ન પ્રસંગમાં બાળક સતત ડિસ્ટર્બ થતો રહે, જો કે, અહીં મોટો સવાલ એ છે કે, માનસીક રીતે બાળક ઓનલાઈન ભણવા તૈયાર થશે ? એટલું જ નહીં, શારીરિક, માનસિક અને બૌદ્ધિક આરોગ્યની દ્રષ્ટીએ ખુબ નુકશાનકારક થશે. નેટવર્કની સમસ્યા કેટલી હદે છે તે હજુ સુધી કોઈ હલ કરી શકયા નથી તેથી તેની ઓનલાઈન એજ્યુકેશન પર પણ ચોક્કસ અસર પડે, નાના ઘરોમાં રહેનાર લોકોના બે કે ત્રણ બાળકો ઘરમાં અલગ અલગ કેટલી જગ્યાએ બેસે. આવા અનેક સવાલોના પડકારો ઓનલાઈન એજ્યુકેશમાં રહેલા છે. આ ઉપરાંત ઓનલાઈન બાળકને કંઈ નહીં સમજાય તો બાળક શિક્ષકને પુછી શકશે ખરા ? આવી અનેક પરિસ્થિતિઓનો સામનો ઓનલાઈન એજ્યુકેશનમાં કરવો પડે જેથી ઓનલાઈન શિક્ષણ આપવા સામે અનેક વિસંગતતાની સાથે એરરો દેખાઈ રહી છે. ત્યારે આવામાં સરકાર કેવા પગલા લે તેના પર વાલીઓ, વિદ્યાર્થીઓની મીટ મંડાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.