Abtak Media Google News

નિયમિત ટાઇમ ટેબલ મુજબ સર્વે વિષયનું શિક્ષણ કાર્ય

લોકડાઉનનાં સમયમાં પણ ભારતની સર્વશ્રેષ્ઠ આર્કિટેચર કોલેજની નવાજીત ઇન્દુભાઇ પારેખ સ્કૂલ ઓફ આર્ફીટેકચર કોલેજમાં ઓનલાઇન શિક્ષણ અવિરત ચાલુ છે. સૌરાષ્ટ્રની સર્વપ્રથમ ઇન્દુભાઇ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેકચરએ શ્રેષ્ઠ કેળવણીની આ જ પરંપરાને કોવિડ-૧૯ મહામારીના પ્રવર્તમાન લોકડાઉનના સમય દરમ્યાન પણ કાયમ રાખેલ છે. અને જયારે ભારતભરની શૈક્ષણિક સંસ્થાઓના અભ્યાસના સમયપત્રકમાં વિક્ષેપ પડેલ છે તેવા સંજોગોમાં પ્રત્યેક વિદ્યાર્થીને તા.૩૧-૩-૨૦થી ઘરે બેઠા નિયમિત ટાઇમ ટેબલ મુજબ સર્વે વિષયોનું ઓનલાઇન શિક્ષણ આપવાનું શરૂ કરી દીધેલ છે તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ અને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સામાજિક અંતર રાખી ઘેર બેઠા કાર્ય કરવાની રાષ્ટ્રને કરેલ અપીલનું પણ પરીપાલન કરેલ છે.

સૌરાષ્ટ્રની સર્વપ્રથમ આકિટેકચર કોલેજ એવી વી.વી.પી. સંચાલિત ઇન્દુભાઇ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેકચર કોવિડ-૧૯નાં કારણે સ્કૂલ પરિસરમાં શિક્ષણ આપવાનં બંધ થયાના બે જ અઠવાડિયામાં ઓનલાઇન શિક્ષણ આપવાના પડકારને ઝીલીને બધા સમેસ્ટરના પ્રત્યેક વિષયના અધ્યાપકોએ ૩૦૦ વિદ્યાર્થીઓને નિયમિત ટાઇમ ટેબલ મુજબ શિક્ષણ આપવાનું ચાલુ કરી દીધેલ છે તથા તે માટે ગુગલ કલાકથી અને ગુગલમીટ જેવા વર્ચ્યુઅલ કલાસરૂમ ટુલ્સનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ એકસસ કંટ્રોલ કલાસ વેબસાઇડ થકી જોડાયેલ છે. અધ્યાપકો ‘અસાઇમેન્ટ’ અને ‘સંદર્ભ વાંચન’ સામગ્રી અપલોડ કરે છે અને વિદ્યાર્થીઓ તેનું ‘વર્ચ્યુઅલ સબમિસન કરેે છે તદુપરાંત અધ્યાપકોને ઓનલાઇન શિક્ષણ માટે મદદરૂપ એવી ગાઇડ લાઇન તથા વિડીયો પણ વિતરિત કરાયેલ છે.

તેના ઉત્કૃષ્ટ વ્યવસ્થા અને સંચાલન, સુવિધાઓ તેમજ ઉચ્ચ શૈક્ષણિક માપદંડો તો માટે સુવિખ્યાત છે અને તેના જ પરિપાર રૂપે વર્ષ ૨૦૧૯ દરમિયાન ભારતભરના આર્કેટેકચરના વિદ્યાર્થીઓની રાષ્ટ્રીય સંસથા નાસા (નેશનલ આર્કેટેકચર સ્ડુડન્ટ્સ એસોસિએશન) દ્વારા ઇન્દુભાઇ પારેખ સ્કૂલ ઓફ આર્ફિટેકચરને તેના યોગ્ય શૈક્ષણિક કિયા કલાપેને નજરમાં રાખીને ભારતીની સર્વશ્રેષ્ઠ આર્કિટેકચર કોલેજની રૂબેન ટ્રોફી એનાયત કરવામાં આવેલી હતી.

ઓનલાઇન શિક્ષણના પ્રારંભિક પ્રતિભાવો ખુબ જ ઉત્સાહ જનક મળે છે અને અધ્યાણક ગણ તથા વિદ્યાર્થીઓએ અલગ અલગ ભૌગેલિક સ્થાનલ પર હોવા છતાં પ્રાપ્ત થયા વ્યક્તિગત સંપર્ક ને બિરાદવેલ છે. લોકડાઉનને કારણે સર્જાયેલ અનિશ્રિત પરિસ્થિતમાં પણ ઇપ્સાએ પ્રવર્તમાન સેમેસ્ટરની તમામ શૈક્ષણિક જરૂરીયાતોની પરિપૂર્તિ હેતુની સર્વ તૈયારી પૂર્ણ કરેલ અધ્યાપકો તથા શૈક્ષણિક સહાયકોની સમગ્ર ટીમ ઓનલાઇન શૈક્ષણિક પદ્ધતિ થકી શ્રેષ્ઠ પરિણામની પ્રાપ્તિ હેતુ અથાગ મહેનત કરી રહેલ છે. વ્યાવસાપી વિદ્યા પ્રતિષ્ઠા ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઇ મહેતા, ટ્રસ્ટી કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા તથા હર્ષણભાઇ મણિયાર તેમજ સંસ્થાનાં નિયામક આર્કિ કિશોરભાઇ ત્રિવેદી તથા સંસ્થાના આચાર્ય આર્કિ દેવાંગભાઇ પારેખ દ્વારા વિદ્યાર્થીઓના અવિરત શિક્ષણ હેતુ કટિબદ્ધતા વ્યકત કરાયેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.