Abtak Media Google News

ગોહેલ શિવાંગી ૯૪.૯૫ પીઆર સાથે પ્રથમ ક્રમે

ગઈકાલે જાહેર થયેલા ધો.૧૦ના પરિણામમાં સરગમ કલબ સંચાલીત સ્વસ્તિક ગર્લ્સ હાઈસ્કુલનું ઝળહળતું પરિણામ આવ્યું છે. શાળાના ૪ વિદ્યાર્થીઓએ ૯૦ કે તેથી વધુ પીઆર મેળવી શાળા પરિવારનું ગૌરવ વધાર્યું છે. શાળાની વિદ્યાર્થિની ગોહેલ શિવાંગીએ ૯૪.૯૫ પીઆર મેળવી શાળામાં ફર્સ્ટ ક્રમે ઉતિર્ણ થઈ છે. ધો.૧૦ના પરિણામમાં ઝળહળતી સફળતા મેળવવા બદલ મુખ્ય માર્ગદર્શક આશાબેન વ્યાસ, સાગરભાઈ, રવિભાઈ દેત્રોજા, યજ્ઞેશભાઈ માકડ, પ્રવૃતિબેન મકવાણા, હેમાલીબેન ટંકારીયા તેમજ સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.

Advertisement

સ્વસ્તિક ગર્લ્સ હાઈસ્કુલની વિદ્યાર્થિની ગોહેલ શિવાંગીએ ૯૪.૯૫ પીઆર, ભથાણીયા રેસ્માએ ૯૨.૫૯ પીઆર, ભરડવા નિરાલીએ ૯૧.૫૦ પીઆર, મકવાણા અનિલે ૯૦.૧૫ પીઆર મેળવી શાળા પરિવારને ગૌરવ અપાવ્યું છે. આ ઉપરાંત અન્ય વિદ્યાર્થી ભિલ અમૃતે ૮૬.૨૯ પીઆર, સોનિ ઓમ એ ૮૫.૫૧ પીઆર, મહેતા ઉર્વશીએ ૮૪.૦૫ પીઆર તથા ઝીઝુવાડીયા ક્રિષ્નાએ ૮૧.૮૩ પીઆર મેળવ્યા છે. આ ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓએ પણ ખુબ સારા પીઆર મેળવી શાળાનું તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે. ઉત્કૃષ્ટ પરિણામ બદલ ઉચ્ચ સિદ્ધી હાંસલ કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન મળી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.