Abtak Media Google News

ઉઘડતા બજારે માર્કેટમાં ફરી તેજી

ઉઘડતા બજારે માર્કેટમાં ફરી તેજી જોવા મળી રહી છે. રેડ ઝોનમાં ખૂલેલી માર્કેટ ગ્રીનમાં પરિવર્તિત થઈ છે. જેને પગલે સેન્સેકસમાં 150 પોઇન્ટનો ઉછાળો નોંધાયો છે.

Advertisement

આજના કારોબારી સત્રના દિવસે ઘરેલુ બજાર ઘટાડાની સાથે ખૂલ્યા હતા. નિફ્ટી 19650 ની નીચે જ્યારે સેન્સેક્સ 66080 પર ખુલ્યું હતું. સેન્સેક્સે 79 અંકો સુધી લપસ્યો હતો. જ્યારે નિફ્ટીએ 27 અંક સુધી માઇનસમાં ગઈ હતી. બીજી તરફ સવારે 10:45 કલાકે સ્થિતિ બદલાઈ હતી. સેન્સકેસ 66321એ અને નિફટી 19692 પોઇન્ટએ પહોંચ્યા હતા.

સવારની સ્થિતિએ મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં મજબૂતી જોવાને મળી હતી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.10 ટકા સુધી વધીને કારોબાર કરી રહ્યા હતા, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.16 ટકાનો વધારો દર્જ કરવામાં આવ્યો હતો. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.49 ટકા ઉછળીને કારોબાર કરી રહ્યા હતા.

બીજી તરફ નિષ્ણાંતોના મતે આ અઠવાડિયામાં માર્કેટમાં ઉથલપાથલ રહેશે ઉપરાંત માર્કેટ વધે તેવી પણ શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.