Abtak Media Google News

કોરોના મહામારીને નાથવા હાઇકોર્ટ સરકારને એવો પરિપત્ર બહાર પાડવાનો આદેશ કર્યો કે માસ્ક વગર ફરતા લોકોને શિસ્તના પાઠ ભણાવવા માટે કોવિડ સેન્ટરોમાં કમ્યુનિટી સર્વિસ અપાવડાવો પણ આ સજા જોખમી હોય જેથી સુપ્રિમ કોર્ટે સ્ટે આપીને હાઇકોર્ટના આદેશ ઉપર રોક લગાવી દીધી છે.

વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોવિડ-૧૯ જન્ય કોરોના ના નવેસરથી શરૂ થયેલા વાયરામાં હવે વધુ સાવચેતીની આવશ્યકતા છે ત્યારે કોરોનાનું સંક્રમણ કાબૂમાં લેવા માટે એકમાત્ર અમોધ શસ્ત્ર તરીકે કારગત “ફેસ માસ્ક” આ બીમારીને સંક્રમિત પરિસ્થિતિમાં કાબૂમાં લેવા માટે આવશ્યક છે તેવા સંજોગોમાં “ફેસ માસ્ક” દરેક માટે એક એવું સુરક્ષાકવચ છે કે જેની જીવન સાથી ઉપયોગ કરવા માત્રથી આ મહામારીને ઝડપથી ફેલાતા અટકાવી શકાય તેમ છે.

કોરોનાની સંપૂર્ણ ઓળખ અને મૂળભૂત  લાક્ષણિકતાનું સંપૂર્ણ અધ્યયન હજુ થયું નથી, રસી બની ગયાના દાવા થવા લાગ્યા છે પરંતુ પરીક્ષણ સમયગાળા બાદ બજારમાં આવનારી રસી કેટલી અસરકારક છે તે હજુ નક્કી નથી, કોરોનાનો દેહ પ્રવેશ ના મુખ્ય પ્રવેશ દ્વાર નાક અને મોઢું છે તેવા સંજોગોમાં માસ્ક એકમાત્ર કોરોનાથી બચવાનો ઈલાજ છે

ત્યારેપ્રજા વધુને વધુ સજાગ થઇ ને માસ્ક પહેરે તે માટે તંત્ર આકાશ પાતાળ એક કરી રહ્યું છે તેવા સંજોગોમાં કોર્ટે માસ્ક નો પહેરવાના ના દંડ ભાગરૂપે કોવિડ હોસ્પિટલમાં સેવા આપવાનો નિયમ બનાવ્યો છે સજાના રૂપમાં સેવા આપવાના આ પ્રસ્તાવમાં સામાજિક ઉત્તરદાયિત્વ ની ફરજ અદા થશે માસ્ક પહેરવાની આળસ અને ટોળે વળવાની બેવકૂફીની કિંમત સમાજ અને આખો દેશ ચૂકવી રહ્યો છે, મોઢા પર રૂમાલ કે સારી ગુણવત્તાવાળા એન -શ્રેણીના માસ્કથી વાતાવરણમાં  હયાત વાઇરસ શરીરમાં પ્રવેશતા નથી અને સંક્રમિત દર્દીઓ વ્યક્તિઓ મારફત આ વાયરસ વાતાવરણમાં ફેલાતા નથી કોરોના અંગે એવું કહેવામાં આવે છે કે આ વાયરસ ભલે હઠીલા હોય પરંતુ સ્વમાની પણ છે

તેને ઘેર કે શરીરમાં લાવ્યા વિના તે કોઈને ત્યાં આવતા નથી કોરોના ગ્રસ્ત વ્યક્તિ ની નજીક રહેવાથી વાઇરસનો દેહ પ્રવેશ થતો નથી કોરોના ગ્રસ્ત ચીજ-વસ્તુ અડીને આ હાથ મોઢું નાક કે આંખને સ્પર્શ કરે તો તેના ભેજ વાટે ગળા ના માધ્યમથી શરીરમાં પ્રવેશે છે આ સંજોગોમાં સાવચેતી રક્ષા કવચ જેવું કામ કરે છે માસ્ક પહેરવાથી સંક્રમણનું સંકટ ૯૦ ટકાથી વધુ ઘટી જાય છે તેવા સંજોગોમાં કોર્ટ દ્વારા ન ભૂતો ન ભવિષ્યતિ ક્યારે ભારતના રાજદ્વારી લોકતાંત્રિક ન્યાયિક કે સામાજિક ઈતિહાસમાં અમલ થયો નથી તેવી રીતે માસ્ક પહેરવાના દંડ ના ભાગરૂપે કોરોના સેન્ટરમાં સેવા આપવાની જે પ્રણાલી ઊભી કરી છે તે સામાજિક જાગૃતિ સાથે સાથે માસ્ક પહેરવા અંગેની ગંભીરતા અને આ દંડના માધ્યમથી લોકોને સમાજસેવાના ઉત્તરદાયિત્વ અંગે ફરજ ની સાથે સાથે જાગૃતિ આવશે માસ્ક પહેરો રાખવું એ દરેક વ્યક્તિ માટે અને સમાજ માટે ફાયદારૂપ છે માસ્ક પહેરવાથી કોરોનાનું સંક્રમણ અટકી જાય છે તે વાત સમાજ બહુ ગંભીરતાથી લેતું નથી લોક ડાઉન બાદ છૂટછાટ અને તહેવારો દરમિયાન મળેલી રાહતનો સામાજિક ધોરણે સદુપયોગના બદલે બેવકૂફી નું પ્રદર્શન થયું બજારો શહેરો અને તહેવારોમાં બિન્દાસ રીતે ઊભા થયેલા ટોળા ના વાતાવરણથી રોગચાળાનો આ વાયરો વધુ વકરવા પામ્યો અને સંક્રમિત દર્દીઓની સંખ્યા મા વિસ્ફોટ થયો તેવા સંજોગોમાં હવે જ્યારે શિયાળાનું માહોલ ઉભો થયો છે ત્યારે લોકોને બેવકૂફીથી સમગ્ર દેશને મોટી કિંમત ચૂકવવી પડે તેવા સંજોગોમાં માસ્ક માટે રોકડ દંડની બદલે હવે માસ્ક પહેરવામાં કસુર કરનારાઓને કોરોનાના દર્દીઓની સેવામાં જ લગાડવાના અદાલતના આદેશનો બેવડો લાભ થશે પૈસા ભરીને દંડ માંથી મુક્તિ મેળવવાની માનસિકતા ધરાવતા લોકો માટે આ બેવકૂફીની સજા પૈસા ભરી દેવાથી પતવાની નથી તેમને કોરોના ગ્રસ્ત લોકોની સારવાર કરવાની ફરજ પડશે, તેથી માસ્ક પહેરવાની બેદરકારી નું પ્રમાણ ઘટશે અને દંડના ભાગરૂપે કોવિદ સેન્ટરમાં કામ કરનારાઓની અછત ઘટશે માસ્ક નપહેરવા ની સજા ના રૂપમાં કોરોનાગ્રસ્ત ની સારવાર માટે પૂરતા લોકો મળી રહેશે માંસ્ક ન પહેરવાની બેવકૂફી નો તોડ માત્ર રોકડ દંડ નહીં પણ કોરો ના સેન્ટરમાં સેવા આપવાના કોર્ટના આદેશથી માસ્ક પહેરવાની જાગૃતિ વધશે તેનાથી સંક્રમણનું પ્રમાણ ઘટશે અને દંડના ભાગરૂપે કોરોના ગ્રસ્ત લોકોની સારવાર માટેનું સામાજિક ઉત્તરદાયિત્વ પણ વધશે કોર્ટનો આ અભિગમ દંડ સહિતાના બદલે સામાજિક ઉત્તરદાયિત્વ નું નિર્માણ કરશે જે અવશ્યપણે તમામ રીતે આદર્શ પરિણામો આપનારું બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.