Abtak Media Google News

ફિલ્મ નિર્માણ ક્ષેત્રના દિગ્ગ્જ અસિમભાઇ સિન્હા, કેમેરામેન સુશીલ રાજપાલ, પ્રોડયુસર સૌરભભાઇ વણજારાએ વિઘાર્થીઓને સ્કીલ ફુલ બનાવ્યાં

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીના સ્કીલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા તેમજ સૌરાષ્ટ્ર અને રાજકોટના લોકો સ્કીલ ફુલ બને એ માટે ગ્લોબલ સ્કીલ અકાડેમીની સ્થાપના થઇ છે. આ અંતર્ગત ફિલ્મ નિર્માણ ના ક્ષેત્રેમાં લોકો પાવરધા બને એ માટે એકેડેમી દ્વારા વારંવાર માસ્ટર સેશનનું આયોજન થતું રહે છે. જેમાં મુંબઇ બોલીવુડ જગતના ખ્યાતનામ કલાકારો તથા ફિલ્મ નિર્માણકારો એકેડેમીના વિઘાર્થીઓને સફળતાની ચાવીઓ આપે છે.

Advertisement

ગ્લોબલ સ્કીલ એકેડેમીના તાલીમાર્થી ફિલ્મ નિર્માણનું જ્ઞાન નિર્માણનું જ્ઞાન ફિલ્મ મેકિંગના વર્ગોમાંથી લઇ ફિલ્મી દુનિયાની અવનવી વાતોથી અવગત થઇ રહ્યા છે તેમાં તાલીમાર્થી વધુ પાવરધા બને એ માટે મુંબઇથી ફિલ્મ નિર્માણ ક્ષેત્રે જાણીતા એવા અસિમ સિન્હા સુશીલ રાજપાલનું રાજકોટ ખાતે આગમ થયેલું છે.

અસિમ સિન્હા ફિલ્મ નિર્માણ ક્ષેત્રમાં તેમના ફિલ્મ એડીટીંગ માટે જાણીતા છે. અસિમ સિન્હા એ ફિલ્મ જગતમાંં ૮૫ કરતા પણ વધારે ફિલ્મોમાં પોતાના એડીટીંગ દ્વરા છાપ છોડી છે. આ માટે તેઓની મોટાભાગની ફિલ્મોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નવાજવામાં આવી છે. હાલમાં જ તેઓ એ એડિટ કરેલી અંગ્રેજી ફિલ્મ ધ આન્સર ને નાઇલ ફિલ્મ ફેસ્ટીવલ માં બેસ્ટ ફિલ્મ એડીટીંગ નો એવોર્ડ એનાયત કરાયો હતો.

અસિમ સિન્હા એ વિવિધ ભાષાઓ જેવી કે હિન્દી, ગુજરાતી, ફેંચ, ભોજપુર, આસામી, અંગ્રેજી, ઉદુ… વગેરેમાં કામ કરેલ છે તેઓએ ઘણા ફિલ્મ ફેસ્ટીવલમાં નિર્ણાયક તરીકેની ભુમિકા પણ ભજવી છે.

સુશીલભાઇ રાજપાલ મુંબઇના જાણીતા એવા સીનેમેટોગ્રાફર દિગ્દર્શક તથા નિર્મતા છે તેઓ એ પોતાનું અનુ-સ્નાતક ૧૯૮૯ માં એફટીઆઇઆઇ માંથી પૂર્ણ કરેલ છે તેઓએ ૧૦૦૦ કરતા વધુ ટીવી જાહેરાતોમાં ડિરેકટર ઓફ ફોટોગ્રાફી તરીકેની ભૂમિકા ભજવી છે.

આ બંનેને ફિલ્મ નિર્માણના દિગ્ગજો પાસેથી એકેડેમીના તાલીમાર્થી ફિલ્મ એડીટીંગ તથા સિનેમેટોગ્રાફી ના અલગ અલગ પહેલુઓ પરનું જ્ઞાન મેળવ્યું હતું. આ ઉપરાંત ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં કઇ રીતે કામ થાય છે એ બાબતે જ્ઞાન પુરુ પાડવામાં આવ્યું હતું. ફિલ્મોનું દુનિયાની અવનવી બાબતોથી પણ વિઘાર્થીઓને અવગત કરવામાં આવ્યા હતા જેથી તાલીમાર્થી ફિલ્મ નિર્માણ ક્ષેત્રે સફળતા મેળવી શકે.

રાજકોટના લોકો સ્કીલફુલ બને એ માટે ગ્લોબલ સ્કીલ એકેડેમી ના ફાઉન્ડર ડીરેકરટ ડો. મેહુલ ‚પાણી, શગુન રોમાંચભાઇ વોરા તથા એકેડેમીની સંપૂર્ણ ટીમ જહેમત ઉઠાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.