Abtak Media Google News

કોર્ટના સીનમાં કલાકારને દારૂના નશામાં હોવાનું દર્શાવવા બદલ મધ્યપ્રદેશની કોર્ટમાં ફરિયાદ નોંધાઇ

કપિલ શર્મા શોના નિર્માતાઓ વિરુદ્ધ મધ્ય પ્રદેશની શિવપુરી કોર્ટમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. કપિલ શર્મા શોના એક એપિસોડના સંદર્ભે આ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ એપિસોડમાં કોર્ટરૂમના સીનમાં એક્ટર્સ ડ્રિંક કરતા જોવા મળ્યા હતા. નિર્માતાઓ સામે કોર્ટના અપમાનનો આરોપ લગાવાયો છે. ફરિયાદકર્તાએ કપિલ શર્મા શોને બેશરમ ગણાવ્યો છે. સાથે જ જણાવ્યું છે કે આ શોમાં મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવે છે.કપિલ શર્મા શો અને કોન્ટ્રોવર્સી એક બીજાનો પર્યાય બની ગયા છે.

સોની ટીવી પર પ્રસારિત થતા કપિલ શર્મા શોના નિર્માતાઓ સામે મધ્ય પ્રદેશમાં એફઆઈર દાખલ કરવામાં આવી છે. આ શોની લેટેસ્ટ સીઝન તાજેતરમાં જ શરૂ થઈ છે. શિવપુરીના એક વકીલે ચીફ જ્યુડિશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવી છે. કેસની સુનાવણી 1લી ઓક્ટોબરના રોજ થશે. પ્રાપ્ત વિગતો મુજબ વકીલે દાવો કર્યો છે કે કપિલ શર્મા શો વાહિયાત છે. આ શોમાં મહિલાઓ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવે છે.

એક એપિસોડમાં સ્ટેજ પર કોર્ટરૂપનો સીન ભજવાયો હતો જેમાં જાહેરમાં દારૂ પી રહ્યા હોવાનું દર્શાવાયું હતું. આ કોર્ટની અવમાનના છે. આ પ્રકારની અભદ્રતા બંધ થવી જોઈએ.  વકીલે જે એપિસોડ વિરુદ્ધ ફરિયાદ કરી છે તે જાન્યુઆરી 2020ના દર્શાવાયો હતો. આ શોનો રિપીટ ટેલિકાસ્ટ 24 એપ્રિલ 2021 ના થયો હતો. વકીલના મતે આ શોમાં કોર્ટના સીનમાં કલાકારને દારૂના નશામાં હોવાનું દર્શાવાયો હતો. આવું દર્શાવીને કોર્ટની અવમાનના કરવામાં આવી છે. કોરોના કાળમાં કપિલ શર્મા શો બંધ રહ્યા બાદ 7 ઓગસ્ટ 2021 થી તે ફરી શરૂ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.