Abtak Media Google News

ગામડાઓમાં પાણી સંચય માટેની કામગીરી થશે: શ્રમિકોને રોજગારી મળશે

ગુજરાતના લોકોએ રાજય સરકાર અને કેન્દ્ર  સરકારના અભીયાનમાં સહભાગી નોંધાવીને જળ સંચયના કામોમાં સિધ્ધિઓ મેળવેલી છે. પાણીનું મહત્વ  સૌ કાઇ જાણે છે. સૌરાષ્ટ્રમાં વરસાદના પાણીના સંગ્રહ માટે જન શકિત થકી જળ શકિત મજબૂત બની રહી છે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વહી જતાં જળના મહત્તમ સંચય માટે અભિયાન સ્વરૂપે કાર્ય કરવા અનુરોધ કરેલ છે. જે અન્વયે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જળશક્તિ અભિયાન અન્વયે વરસાદ આવે તે પહેલાના ત્રણ- ચાર માસ દરમિયાન વધુમાં વધુ જળસંચયના કામો થાય તે માટે સમગ્ર રાજયમાં જળસંચયનું કાર્ય હાથ ધરવામાં આવશે.

રાજકોટ જિલ્લામાં એપ્રિલ માસથી જળ શકિત અભિયાન લોકોને જોડીને શ્રમિકોના સામર્થ્ય થકી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે પણ આગામી 100 દિવસોમાં જળશક્તિ અભિયાન અંતર્ગત વરસાદી પાણીના જળસંગ્રહના મહત્તમ કામો થાય તે માટે આગોતરૂ નકકર આયોજન આજે  કલેકટર કચેરી ખાતે કરવામાં આવ્યું હતુ.

જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાએ જણાવ્યું હતું કે મનરેગાની યોજના અંતર્ગત શ્રમિકોને જળ સંચયના વિવીધ કામોમાં જોડીને વોટર હાર્વેસ્ટીંગના કામો ગ્રામ્ય લેવલે કરવામાં આવશે. સબંધિત વિભાગના અધિકારીઓએ શાળા, આરોગ્ય, આંગણવાડી, પાણી પુરવઠાના બોરપાસે, પંચાયત ઘર તેમજ ફોરેસ્ટ એરીયામાં  વરસાદના પાણી જમીનમાં ઉતરે તે માટે બોર નજીક 15 ફુટના અંતરે અથવા સ્થાનિક પરિસ્થિતિ  મુજબ રેતી અને પથ્થર નાંખીને બોર રિચાર્જ કરવામાં આવશે. ઉપરાંત તળાવો ઉંડા કરાશે અને કેનાલ સફાઇની કામગીરી કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.પટેલે વિવીધ વિભાગોના અધિકારીઓને કામગીરી કરવા અંગે સરકારની માર્ગદર્શિકા અંગેની માહિતી આપી હતી. આ બેઠકમાં અધિક કલેકટર પરિમલ પંડયા તેમજ સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.