Abtak Media Google News

કેન્દ્ર સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સંકેત આપ્યો હતો કે, સરકારની અનેક સેવાઓ અને કલ્યાણકારી યોજનાઓનો લાભ ઉઠાવવા માટે આધારને ફરજિયાત લિંક કરવાની સમયમર્યાદા 31 માર્ચથી આગળ વધારવામાં આવી શકે છે. કેન્દ્રે કહ્યું છે કે, આધાર મામલે પેન્ડિંગ સુનાવણીને પૂરી કરવા માટે થોડો સમય વધુ જોઈશે, આ માટે સરકાર સમયમર્યાદાને 31 માર્ચથી આગળ વધારી શકે છે.

ચીફ જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ એ. કે. સિકરી, જસ્ટિસ એ.એમ. ખાનવિલકર, જસ્ટિસ ડી.વાય ચંદ્રચૂડ અને જસ્ટિસ અશોક ભૂષણની પાંચ સભ્યની બંધારણીય બેન્ચે અટોર્ની જનરલ કેકે વેણુગોપાલની દલીલ પર સહમતિ વ્યક્ત કરી હતી. વેણુગોપાલે કહ્યું છે કે, ‘અમે પહેલેથી જ સમયમર્યાદા વધારી છે અને હજી વધારીશું, પરંતુ અમે મહિનાના અંતમાં આ કરી શકીએ છીએ, જેથી આ મામલે અરજદારો તેમની દલીલ પૂરી કરી શકે.’

બેન્ચે કહ્યું છે કે, ‘એટર્ની જનરલે ખૂબ યોગ્ય પોઇન્ટ ઉઠાવ્યો છે અને કોર્ટ આ મામલે અરજદારોના વકીલો દ્વારા દલીલો ફરી નહિ કરે.’ સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 15 ડિસેમ્બરે આધારની અનેક યોજનાઓ સાથે ફરજિયાત લિંક કરવાની સમયમર્યાદા 31 માર્ચ સુધી વધારી દીધી હતી. આ પહેલાં આધારને પડકારવાના સંબંધમાં દલીલો રજૂ કરી રહેલા વરિષ્ઠ વકીલ શ્યામ દીવાને કહ્યું છે કે, 31 માર્ચની સમયમર્યાદા વધારવામાં આવી શકે છે, કારણ કે આ વાતની સંભાવના બિલકુલ જણાવી નથી કે આધાર અધિનિયમની બંધારણીય યોગ્યતાને પડકારવાને મામલે સુનાવણી પૂરી થઈ જશે.

બેન્ચેઆ મામલે મદદ માટે અટોર્ની જનરલને બોલાવ્યા હતા. મંગળવારની સુનાવણીના અંતમાં વેણુગોપાલ બેન્ચ સમક્ષ હાજર થયા હતા અને સમયમર્યાદાના વિસ્તારની સંભાવના વિશે નિવેદન આપ્યું હતું. હવે સુનાવણી બુધવારે પણ યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.