Abtak Media Google News

મે આઈ હેલ્પ યુ… 

શહેર પોલીસના નવ કર્મચારીઓએ કર્યું પ્લાઝમાં ડોનેટ

હાલમા સમગ્ર વિશ્વમા કોરોના વાયરસ ની મહામારી ફેલાયેલ હોય જેથી સરકાર દ્વારા કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકે તે માટે માર્ગદર્શીકા જાહેર કરવામા આવેલ છે જે માર્ગદર્શીકાનુ ચુસ્પણે પાલન થાય તેમજ જાહેર જનતા જેઓ કોરોના વાયરસની મહામારીથી સુરક્ષીત રહે તે માટે પોલીસ ડીપાર્ટમેન્ટની મહત્વની ફરજ રહેલ છે જેથી રાજકોટ શહેર પોલીસ દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશ્નર  મનોજ અગ્રવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ લાવવા તેમજ સરકારની માર્ગદર્શીકાનુ પાલન નહીં કરનાર વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામા આવી રહેલ છે.

રાજકોટ શહેર પોલીસ દ્વારા કોરોના વાયરસની મહામારી ફેલાતી અટકાવવા જે કાયદેસરની કાર્યવાહી કરવામા આવી રહેલ છે તેની સાથે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા માનવતા અભિગમ અપનાવી લોકોની સેવાકીય પ્રવૃતિપર પણ ભાર મુકવામા આવેલ છે જેમા રાજકોટ શહેર પોલીસ કમિશ્નર દ્વારા હાલમા કોરોના વાયરસની મહામારી ખુબજ વધુ ફેલાયેલ હોય જે સમયે સંક્રમીત થયેલ દર્દી જેઓને પ્લાઝમાની જરૂરીયાત ઉભી થતી હોય છે અને જેમાટે રાજકોટ શહેર પોલીસ આગળ આવી સમાજમા એક ઉમદા ઉદાહરણ પુરુ પાડે તેવા હેતુથી લોક જાગૃતી અર્થે રાજકોટ શહેર પોલીસ ડીપાર્ટમેન્ટમા કોરોના વાયરસ સંક્રમીત થયેલ અધિકારી /કર્મચારીઓ જેઓ સ્વસ્થ થયેલ હોય તેઓને પ્લાઝમા ડોનેટ કરવા શહેર પોલીસ દ્વારા તા.20/04/2021 ના રોજ પ્લાઝમા ની જરૂરીયાત વાળા દર્દી ઓએ રાજકોટ શહેર પોલીસનો મો.નંબર 8980041411 ઉપર સંપર્ક કરવા જણાવવામા આવેલ હતુ. રાજકોટ શહેર પોલીસ દ્વારા જાહેર કરવામા આવેલ માહિતી આધારેતા.20/04/2021 તથા તા.22/04/2021 ના રોજ રાજકોટ શહેર પોલીસ દ્વારા જાહેર કરવામા આવેલ મો.નંબર 8980041411 ઉપર આવેલ કોલ આધારે કુલ 9 દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરવામા આવેલ જેમાં (1) રાજકોટ શહેર ગાંધીગ્રામ-2 (યુનિ) પો.સ્ટે. ખાતે પો. સબ ઇન્સ. તરીકે ફરજ બજાવતા વી.એમ.ડોડીયા (2) રાજકોટ શહેર એ ડીવીઝન પો.સ્ટે. ખાતે એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા ધર્મેશભાઇ ભરતભાઇ ખેર (3) રાજકોટ શહેર એમ.ટી. શાખા ખાતે આઉટસોર્શ થી ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા રાજેશભાઇ ગોવિંદભાઇ ગોરડ નાઓએ પ્લાઝમા ડોનેટ કરેલ છે તેમજ છ દર્દીઓને રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતેથી પ્લાઝમાની વ્યવસ્થા કરાવી આપવામાં આવેલ છે આમ રાજકોટ શહેર પોલીસ દ્વારા બે દિવસમા કુલ નવ દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરી તેમની સારવારમા મદદરૂપ થયેલ છે તેજ રીતે રાજકોટ શહેરની જાહેર જનતા કે જેઓ અગાઉ કોરોના વાયરસ પોઝીટીવ થયેલ હોય અને 28 દિવસ અગાઉ સ્વસ્થ થયેલ હોય તેવા લોકોએ આગળ આવી કોરોના વાયરસ સંક્રમીત દર્દીઓ કે જેઓને પ્લાઝમા ની જરૂરીયાત હોય જેઓને પ્લાઝમા ડોનેટ કરી માવનતાનુ એક ઉમદા ઉદાહરણ પુરૂ પાડવા અપીલ કરવામા આવે છે.તેમજ પો. સબ ઇન્સ. વી. એમ. ડોડીયા, એ.એસ.આઇ. ધર્મેશભાઇ ભરતભાઇ ખેર, ડ્રાઇવર રાજેશભાઇ ગોવિંદભાઇ ગોરડ એ પોતાના પ્લાઝમા અન્ય કોરોના વાયરસ પોઝીટીવ દર્દીની સારવાર માટે ડોનેટ કરેલ હોય જેઓને રાજકોટ શહેર પોલીસ કમિશ્નર  મનોજ અગ્રવાલ સાહેબ દ્વારા પ્રશંસાપત્ર આપી સન્માનીત કરવામાં આવેલ છે.

રાજકોટ શહેર પોલીસ ડીપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા કુલ 310 અધિકારી /કર્મચારીઓ હાલ સુધીમા કોરોના વાયરસના સંક્રમણમા આવેલ છે અને જે પૈકી બે પોલીસ કર્મચારીઓના કોરોના વાયરસના સંક્રમણના કારણે સારવાર દરમ્યાન દુ:ખદ અવસાન થયેલ છે. રાજકોટ શહેર પોલીસ ડીપાર્ટમેન્ટમા ફરજ બજવાતા તમામ અધિકારી /કર્મચારીઓ દ્વારા કોરોના વેકશીન લેવામા આવેલ છે અને જેના પરિણામ સ્વરૂપ કોરોના વાયરસના સંક્રમણમાં આવેલ પોલીસ અધિકારી /કર્મચારીઓ જેઓની ક્રીટીકલ સ્થીતી થતી નથી અને ખુબજ જલ્દી સ્વસ્થ થયેલ છે અને ફરજપર હાજર થઇ ગયેલ છે જેથી રાજકોટ શહેરની જાહેર જનતાને અપીલ કરવામા આવે છે કે કોરોના વેકશીન જે ખુબજ સુરક્ષીત છે જે વેકશીન લેવાથી કોરોના વાયરસના સંક્રમણ થયા સમયે દર્દી ક્રીટીકલ પરિસ્થીતીમાં આવતા નથી અને જલ્દીથી સ્વસ્થ થાય છે જેથી વધુમા વધુ જાહેર જનતા સરકારની સુચના મુજબ વેકશીન લઇ અને પોતે તથા પોતાના પરિવારજનો ને સ્વસ્થ અને સુરક્ષીત રાખવા અપીલ કરવામા આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.