ભીંડો, ગવાર, કારેલા, દૂધી અને રીંગણાના ભાવમાં ઉછાળો

ઉનાળાનો પગરવ તાંની સો જ શાકભાજીના ભાવ આસમાને પહોંચવા લાગ્યા છે. શહેરમાં શાકભાજીના ભાવમાં ૫૦ ટકા સુધીનો ઉછાળો નોંધાયો છે. પરિણામે બજેટ ખોરવાઈ જતા ગૃહિણીઓ ત્રાહિમામ પોકારી ગઈ છે.

ગુવાર, કારેલા, ટીંડોરા, ગલકા, તુરીયા અને રીંગણા, દુધી સહિતના શાકભાજીના ભાવમાં વધારો યો છે. ભાવ વધારાની સો ગુણવત્તા જાળવવી પણ વેપારીઓ માટે મુશ્કેલ બની છે. ભીંડા અને ગવારના ભાવમાં યેલા વધારાી લોકો મુશ્કેલી અનુભવે છે. વેપારીઓ પણ ઉનાળાની શ‚આતમાં શાકભાજીના ભાવ વધતા પરેશાન છે. તેમની પરિસ્િિત જાણવા ‘અબતક’ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો.

કેસર કેરી વિશે માહિતી આપતા માર્કેટ યાર્ડના પરેશભાઈએ જણાવ્યું હતું કે, પંદર દિવસ પહેલા સંભારા માટેની કેરીનું આગમન યું હતું. ોડા જ સમય પછી કેસર કેરીનું આગમન ઈ ગયું છે. મેગો માર્કેટમાં કેરી જે ભાવે વેંચાય તેનું બિલ

ખેડૂતોને આપવાનું છે. અત્યારે ૩૫૦ના ભાવે વેંચાણ ચાલુ છે. ખેડૂતના માલમાં અમે કમિશન લઈ માલનું વેંચાણ કરી આપીએ છીએ.

માર્કેટ યાર્ડમાં અનાજની ખરીદી કરવા આવેલા સુમનબેને જણાવ્યું હતું કે, યાર્ડમાંી ખરીદી કરતા કોઈપણ વસ્તુ કવોલીટી અને કોન્ટીટી બન્નેમાં સારી પડતી હોવાી માર્કેટને બદલે સીધા યાર્ડમાંી ખરીદી કરવાનો આગ્રહ રાખું છું.

વધુમાં સિર્ધ્ધા કારીયાએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા ઘણા સમયી યાર્ડમાં પેઢી ચલાવીએ છીએ. ડુંગળીની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, દેશી ડુંગળી, નાસિકની ડુંગળી અને મહુવાની ડુંગળી યાર્ડમાં વેંચાય છે. સફેદ ડુંગળી સામાન્ય રીતે દવામાં વપરાતી હોય છે. જયારે નાસીકની ડુંગળી હોટેલ કવોલીટીમાં વપરાય છે અને દેશી ડુંગળી લોકલ કરીયાણાવાળા વધુ ખરીદી છે.

યાર્ડમાં શાકભાજીનો વેપાર કરતા ભરતભાઈએ જણાવ્યું હતું કે, સુરતી આવતા ભીંડાને અમે ૪૦ના ભાવે વેંચીએ છીએ આજની બજારમાં હળવદનો ભીંડો વધુ વેંચાય છે. જે ૨૦ રૂપિયે કિલો વેંચાય છે. ગવારમાં ૫૦ થી માંડીને ૮૦ રૂપિયા સુધીનો વેચાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.