Abtak Media Google News

ઉજાલા મોબાઇલ વાન પર ગામોમાં ફરીને એલઇડી બલ્બનું વિતરણ કરશે

ગ્રામ સ્વરાજ અભિયાન અંતગત જે ગામોમાં ઓછી આવક વાળા જનસંખ્યા વધારે હોય છે. તેવા સમગ્ર ભારતમાંથી ૧૬ હજાર ગામોને પસંદ કરવામાં આવેલ છે. આ ગામોમાં ઉજાલા યોજના હેઠળ ખાસ પ૦ રૂપિયા માં ૯ વોટના એલઇડી બલ્બ આ ગામના ગ્રામજનો ખરીદી શકશે. આ એલ.ઇ.ડી. બલ્બ પરમપરીક વિજળીના ગોળાઓની સરખામણીમાં આ ઉર્જા દક્ષ એલઇડી બલ્બ ઓછા ખર્ચે વધુ પ્રકાશ આપશે.

આ કાર્યક્રમનો પ્રારંભ આજરોજ રાજકોટ ખાતેથી પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપની લી. ના મેનેજીંગ ડાયરેકટર ભાવિન પંડયા દ્વારા ઉજાલા મોબાઇલ વાહનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી આ કાર્યક્રમનુ ઉદધાટન કરવામાં આવેલ. આ કાર્યક્રમ દરમ્યાન બહોળી સંખ્યામાં અધિકારીઓ તેમજ કર્મચારીઓ તેમજ અન્ય લોકો ઉ૫સ્થિત રહેલ.

આ વાહન પીજીવીસીએલ હેઠળ પર ગામોને આવરી લેવામાં આવેલ છે. જે ઉર્જા કાર્યક્ષમ તેમજ ઉર્જા સરક્ષણ અંગે જાગૃતિ ફેલાવશે તેમજ ઉજાલા મોબાઇલ વાન દ્વારા એલઇડી બલ્બનું વિતરણ કરશે. એલઇડી બલ્બના વિતરણ દરમ્યાન એલઇડી બલ્બના બધા બોકસ ઉપર ગ્રામ સ્વરાજ અભિયાનનો લોગો રહેશે. ભારતના માન. પ્રધાન મંત્રી દ્વારા શરુ થયેલ ઉજાલા યોજના રહેણાંક સ્થળ પર વીજ વપરાશને વધારે કાર્યક્ષમ બનાવશે. એર્નજી એફીશીયંશી સર્વીસીસ લી. દ્વારા ઉજાલા કાર્યક્રમને લાગુ કરી ર૯ કરોડથી વધારે સારી ગુણવતા વાળા એલઇડી બલ્બનું વિતરણ કરેલ છે. જેથી પરંપરીક વીજળીના ગોળાની સરખામણીમાં ૯૦ ટકા થી વધારે વીજળીની બચત કરવા માટે સફળતા મળેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.