Abtak Media Google News

વિદેશ સચિવ હર્ષ શ્રૃંખલા યુરોપના ત્રણ દેશોની મુલાકાતે

ડિફેન્સ, ઉર્જા સહિતના ક્ષેત્રે ભારત અને યુરોપીયન દેશો વચ્ચે અનેકવિધ કરાર થવાની આશા

ભારત અનેકવિધ ક્ષેત્રે પોતાનો પગદંડો જમાવવા માટે ઘણીખરી રીતે પોતાનો પગદંડો જમાવવા માટે કાર્ય કરી રહ્યું છે જેના પરિણામરૂપે હાલ ભારત માટે એક નવો વિકલ્પ ઉભો થયો છે જેમાં દેશ યુરોપીયન દેશો સાથે અનેકવિધ પ્રકારે સંધી કરારો કરી શકે છે. હાલના સાંપ્રત સમયમાં ભારત અને ચીન વચ્ચે જે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે તેના ભાગરૂપે ચીન સામે પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા અને સુરક્ષિત થવા માટે ભારતે અમેરિકા સાથે અનેકવિધ ક્ષેત્રે સંધી કરેલી છે ત્યારે અમેરિકા સંધી બાદ ભારત યુરોપ સાથે સંધી કરવા માટે કાર્ય કરી રહ્યું છે. અમેરિકા સાથેની હાઈલેવલની બેઠક બાદ ભારત હવે યુરોપીયન દેશો સાથે સ્ટ્રેટેજીક ભાગીદારી કરવા માટે મહેનત કરી રહ્યું છે જેમાં વિદેશ સચિવ હર્ષ શ્રીંગલાની અધ્યક્ષતામાં લંડન, પેરીસ અને બર્લીંગ ખાતે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ ક્ષેત્ર માટેની વાટાઘાટો અને નવા કરારો થવાની પણ શકયતા જોવા મળી રહી છે.

કોવિડની પરિસ્થિતિને ધ્યાને લઈ ભારત દેશ આશરે ૬ માસ બાદ યુરોપીયન દેશો સાથે મંત્રણા કરવા માટે પહેલ કરી છે. મોદી સરકારની બીજી ટર્મમાં સૌથી વધુ જો પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય તો તે યુરોપીયન દેશો સાથેની સ્ટ્રેટેજીક ભાગીદારી છે. યુરોપીયન દેશો સાથે ભારતના સંબંધો અત્યંત સારા છે પરંતુ ઘણાખરા ક્ષેત્રે જેવા કે ડિફેન્સ, વાતાવરણ અને ઉર્જા ક્ષેત્રે હજુ ઘણુ સર કરવાનું બાકી છે ત્યારે આશા એ વાતની પણ સેવાઈ રહી છે કે આ વખતની યુરોપીયન દેશો સાથેની ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ તમામ ક્ષેત્રોમાં કરાર કરવામાં આવી શકે છે. બીજી તરફ કોવિડની પરિસ્થિતિને ધ્યાને લઈ હેલ્થ ક્ષેત્રના વિકાસ માટે પણ ભારત યુરોપીયન દેશો સાથે કરાર કરી શકે છે.

હાલની સ્થિતિ મુજબ ભારત અને અમેરિકા વચ્ચે જે સંબંધો વિકસિત થઈ રહ્યા છે તેનો અર્થ એ પણ છે કે આવનારા સમયમાં દેશને તમામ ક્ષેત્રે સુરક્ષિત કરવા માટે અમેરિકન સંધી અત્યંત અસરકારક સાબિત થશે.

ભારત દેશ અને વડાપ્રધાન મોદીની કુનેહ જોતા હવે તેમનું ફોકસ અમેરિકા બાદ યુરોપીયન દેશો સાથેનું છે. વૈશ્ર્વિક સ્તર પર ચાઈનાની વિશ્ર્વાસનીયતા દિન-પ્રતિદિન ડગી રહી છે જેનો સીધો જ ફાયદો હવે ભારત દેશને મળી રહ્યો છે. ભારતને મળેલી જો આ તકનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો દેશને તમામ ક્ષેત્રે ખુબ મોટો ફાયદો પહોંચશે. વિદેશ સચિવ હર્ષ શ્રીંગલાની અધ્યક્ષતામાં તે લંડન ખાતે આવેલા પોલીસી એકસચેન્જ અને પેરીસ ખાતે આઈએફઆરઆઈ ખાતે સંબોધન કરશે. સાથોસાથ યુરોપીયન દેશોના નામાંકિત ઉધોગપતિઓ સાથે પણ ભારતની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે. યુરોપીયન દેશો પણ ચાઈના સાથેના કરારોને તોડી રહ્યું છે ત્યારે તેમના માટે હવે જે પ્રશ્ર્ન ઉભો થયો છે તે એ છે કે ચાઈનાના એકપણ ઉપકરણોનો ઉપયોગ કેવી રીતે ન કરવામાં આવે અને ભારત સાથેના વ્યાપારીક સંબંધોને વધુને વધુ વિકસિત કઈ રીતે કરી શકાય તે દિશામાં હાલ ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.