Abtak Media Google News

છ દાયકા બાદ અમદાવાદમાં યોજાનારી આ બેઠકમાં કોંગ્રેસના તમામ રાષ્ટ્રીય આગેવાનો ઉપસ્થિત રહેશે

૧૯૬૧ બાદ પ્રથમવાર કોંગ્રેસ કાર્યકારી સમિતી સીડબલ્યુસી ભાજપના કાંગરા ખેરવા ૨૬મી ફેબ્રુઆરીના રોજ સાબરમતી આશ્રમ અને સરદાર પટેલ સ્મારક નજીક શાહીબાગ ખાતે બેઠક રહેશે. ત્યારબાદ કોંગ્રેસના નેતાઓ વડાપ્રધાન મોદીના અને અમીત શાહના ઘર નજીક ભવ્ય રેલીનું આયોજન કરશે.

Advertisement

તાજેતરમાં જ રાહુલ ગાંધીએ દક્ષિણ ગુજરાતના વલસાડ ખાતેથી રેલી યોજીને લોકસભાની ચૂંટણીના પ્રચાર બ્યુગલની શ‚આત કરી હતી. વર્કિંગ કમિટીની બેઠક માટે સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા મલ્લિકાર્જુન ખર્જે, રાજયસભામાં વિરોધ પક્ષના નેતા ગુલામ નબી આઝાદ અને યુપીના નવા કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી પણ ૨૬મીએ ગુજરાતમાં હાજર રહેશે. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું કે, છેલ્લી વખતે ૧૯૬૧માં ગુજરાતમાં વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિતના રાષ્ટ્રીય કાર્યકરો, મુખ્ય પ્રધાનો અને ટોચના નેતાઓ ઉપસ્થિત રહેશે.

ચૂંટણીલક્ષી તૈયારીઓ માટે આ બેઠક મહત્વની રહેશે જેમાં કમિટી લોકસભાની ચૂંટણીને લઈ દેશની કેટલીક સમસ્યાઓ વિશે ચર્ચા-વિચારણા અને પુર્વ યોજના ઘડશે. દેશના વિવિધ મુદ્દાઓ ઉપર રા ષ્ટ્રીય ઠરાવો પસાર કરવામાં આવશે. ગુજરાતમાં કોંગ્રેસની આ વિશાળ અને ઐતિહાસિક બેઠક બની રહેશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સીડબલ્યુસી મીટીંગ પાર્ટી માટે ખુબજ મહત્વની રહેશે અને બેઠકમાં પસાર થયેલા ઠરાવની વિગતો વિશાળ રેલી દ્વારા આપવામાં આવશે. તેમણે કહ્યું કે, જિલ્લાના કેડરો તરફથી તેમને ત્યારે ટેકો મળી રહ્યો છે અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં આ રેલીમાં ભાગ લઈ ભાજપના કાંગરા ખેરવા બેઠક યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.