Abtak Media Google News

એસ્ટ્રલ પાઇપ સહિત 40 થી વધુ સ્થળો પર આવકવેરાના દરોડા, અનેક બેનામી વ્યહારો સામે આવશે તેવી શક્યતા

આવકવેરા વિભાગ દ્વારા જે લોકો કરચોરી કરી રહ્યા છે તેના ઉપર લાલા વિભાગ કરી રહ્યું છે માત્ર એટલું જ નહીં આવકવેરા વિભાગ સાથે ચેડા કરતા મોટા માથાઓને પણ બક્ષવામાં આવતા નથી. છેલ્લા લાંબા સમયથી આવકવેરા વિભાગ દ્વારા સર્ચ અને સર્વેની કામગીરી વિવિધ કંપનીઓ અને મોટા માથાઓ પર કરવામાં આવી રહી છે ત્યારે ફરી અમદાવાદ ખાતે આવેલા એસ્ટ્રોલ પાઇપ સહિત ૪૦ જગ્યાઓ પર આવકવેરા વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા.

બીજી તરફ એ વાતની પણ પુષ્ટી થઇ રહી છે કે આ કાર્યવાહીમાં દોઢસોથી વધુ આઇટી કર્મચારીઓ જોડાયા હતા એટલું જ નહીં આ કંપનીઓ સાથે સંકળાયેલા મોટા માથાઓને ત્યાં પણ આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે જેમાં સર્વે અને સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

હાલ જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં એ વાત સ્પષ્ટ છે કે ઘણા બેનામી વ્યવહારો પણ સામે આવશે. મંગળવાર વહેલી સવારથી છે આવકવેરા વિભાગના કર્મચારીઓ દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ હજુ પણ આવનારા દિવસોમાં ઘણી એવી નામાંકિત કંપનીઓ ઉપર આવકવેરા વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવે તો નવાઈ નહીં.

નામાંકિત કંપનીઓ દ્વારા કર ચોરીનું પ્રમાણ દિનપ્રતિદિન વધી રહ્યું છે એટલું જ નહીં આવકવેરા વિભાગને આના કારણે મોટી નુકશાની પણ વેઠવી પડી રહી છે ત્યારે આવનારા દિવસોમાં કર ચોરી કરતા અટકે તે દિશામાં હાલ તમામ પગલાંઓ લેવામાં આવી રહયા છે.

એસ્ટ્રલ પાઈપ્સના સંસ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર સંદિપ એન્જિનિયરના ત્યાં તપાસ ચાલી રહી છે. તે ઉપરાંત રત્નમણી મેટલ્સના ચેરમેન પ્રકાશ સંઘવીના ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. આ બંને કંપનીના અન્ય ડાયરેક્ટર્સના ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવેલી છે. એટલું જ નહીં ગુજરાત રાજ્ય સિવાય પણ અન્ય ૧૫ સ્થળો પર આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ હાલ ગુજરાતમાં જે જગ્યાએ દરોડા પડ્યા તેમાં અનેક વિવિધ સેન્ટરો ના આઇટી કર્મચારીઓ જોડાયા હતા. હાલની સ્થિતિને ધ્યાને લેતાં એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે  આવનારા દિવસોમાં પણ અમદાવાદ સહિત અન્ય મહાનગરોમાં પણ આ દોર યથાવત રહેશે અને અનેક બેનામી વ્યવહારો ઉપર ઘોષ બોલાવવામાં આવશે. આવકવેરા વિભાગના કર્મચારીઓ દ્વારા જે જગ્યાએ તરસી ની કામગીરી હાથ ધરવામાં આવી છે તે તમામ બેંક એકાઉન્ટને ડિલીટ કરી દેવામાં આવ્યા છે.

અમદાવાદ સહિત જે જગ્યા પર આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે તેમાં મુખ્યત્વે રાજકોટના ઇન્સ્પેક્ટરો ને પણ બોલાવવામાં આવ્યા હતા અને વહેલી સવારથી જ રેડ ની કામગીરી શરૂ કરવામાં આવેલી છે ત્યારે હજુ પણ આ રેડ યથાવત ચાલુ રહેશે તેવા એંધાણો જોવા મળી રહ્યા છે. આવકવેરા વિભાગ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ કર્મચારીઓની મદદ લેવામાં આવી હતી ત્યારે સૌથી મોટું કારણ તો એ છે કે વિવિધ રાજ્યોના કર્મચારીઓની મદદ લેવામાં આવી છે તેનાથી એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે જે સર્વે અને સર્ચની કામગીરી થઇ રહી છે તેનાથી ઘણા ખરા બેનામી વ્યવહારો પણ સામે આવશે . બીજી તરફ સર્વે અને સર્ચની કામગીરી હાથ ધરતા અનેક પ્રકારે ફફડાટ મચી ગયો હતો. ત્યારે આગામી દિવસોમાં પણ આ પ્રકારે અનેક સર્વે અને સર્ચની કામગીરી કરવામાં આવે તો નવાઈ નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.