Abtak Media Google News

અમદાવાદમાં અંબિકા ક્રેકર્સમાં આઇટી તપાસ મામલે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે.  દિવાળી બાદ  આયકર વિભાગ એક્શનમાં આવ્યું છે.  અમદાવાદમાં અંબિકા ક્રેકર્સને ત્યાં આઇટી દરોડા પાડ્યા હતા. જે બાદમાં  રોકડ અને જ્વેલરી જપ્ત કરવામાં આવ્યા બાદ હવે સ્ટેટ જીએસટી દ્વારા તપાસમાં શરૂ કરી છે.  પ્રાથમિક વિગતો મુજબ હોલસેલરો પાસેથી ફટાકડાનું પેમેન્ટ એડવાન્સમાં લેવાતુ હતું. આ સાથે આઇટી રિટર્નમાં સાચી આવક બતાવવામાં આવતી ન હોવાનું પણ ખૂલ્યું છે.

રૂપિયા 7 કરોડથી વધુની રોકડ જપ્ત કરાઈ : 10થી વધુ સ્થળો પર સર્ચ શરૂ

અમદાવાદમાં અંબિકા ક્રેકર્સને ત્યાં આઇટી દરોડા પડ્યા છે. વિગતો મુજબ દરોડાની કાર્યવાહી હજુ પણ ચાલુ છે. વધુ રોકડ અને જ્વેલરી જપ્ત કરાઈ તો સામે કરોડો રૂપિયાનો બિનહિસાબી સ્ટોક મળ્યો હોવાનું પણ સામે આવ્યું છે. અત્યાર સુધીની કાર્યવાહીમાં 7 કરોડ રોકડા અને કરોડોના દાગીના મળી આવ્યા છે. આ તરફ હવે આઇટીની ટીમને અમદાવાદ અને ગુજરાતના અન્ય વેપારીઓ સાથે અંબિકા ફટાકડાના માલિકે કરેલા વ્યવહારોની વિગતો પણ મળી છે.    અંબિકા ક્રેકર્સને ત્યાં આઇટી દરોડા બાદ હવે સ્ટેટ જીએસટીએ પણ  તપાસમાં ઝંપલાવ્યું છે. તપાસમાં સેમિ હોલસેલર્સ અને રિટેલર્સના નામ પણ ખૂલ્યા છે. મહત્વનું છે ક, 4 દિવસ સુધી 10થી વધુ સ્થળોએ કાર્યવાહી કરાઈ છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 7 કરોડની રોકડ જપ્ત કરાઈ છે.

કંડલાના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં પડ્યા આઈટીના દરોડા

કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલા ગુટકાના મોટા ઉત્પાદકને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી હતી.આ ઓપરેસનમાં  ગાંધીધામમાં ત્રણથી ચાર સ્થળો પર તપાસ ચાલી રહી છે. દિલ્હી મુંબઈમાં પડેલા દરોડાનું પગેરું ગાંધીધામ સુધી પહોચ્યું છે. અમદાવાદમાં ફટાકડાના વેપારી અંબિકા ગ્રુપ અને ધાંગધ્રા માં કેમિકલ ગ્રુપને ત્યાં સર્ચ ઓપરેશન પછી હવે ગાંધીધામમાં ઇન્કમટેક્સ ત્રાટક્યુ છે અને વેપારીઓમાં ફફડાટ પણ મચી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.